અમ્રિતા સિંહ અને જૅકી શ્રોફની જોડી ૨૦ વર્ષ પછી સાથે ચમકશે ‘ઔરંગઝેબ’માં

Published: 11th August, 2012 05:33 IST

  બે દાયકા પહેલાં ૧૯૯૩માં રિલીઝ થયેલી યશરાજ ફિલ્મ્સની ‘આઇના’માં સાથે જોવા મળેલી અમ્રિતા સિંહ અને જૅકી શ્રોફની જોડી હવે ફરીથી યશરાજ ફિલ્મ્સની જ આગામી ફિલ્મ ‘ઔરંગઝેબ’માં જોવા મળશે.

આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ જણાવે છે કે એ વાત સાચી છે કે જૅકી અને અમ્રિતાની જોડીને સાઇન કરવામાં આવી છે, પરંતુ બાકીની વિગતો હજી સીક્રેટ રાખવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં સ્ટુડિયોમાં નાનકડી પૂજા પણ રાખવામાં આવી છે.  

‘ઔરંગઝેબ’માં અમૃતા અને અજુર્ન કપૂર સાથે કામ કરવાની તક મળી એ વિશે વાત કરતાં જૅકી કહે છે, ‘મને ફરી એક વાર અમૃતા સાથે કામ કરવાની તક મળી એટલે હું બહુ ખુશ છું. તે એવી પ્રતિભાશાળી હિરોઇનોમાંથી એક છે જેની સાથે મેં કામ કર્યું છે. અજુર્ન જેવા યંગ ઍક્ટર સાથે કામ કરવાની પણ મજા આવશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK