Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનુ સૂદ સાથેના ડિનર માટે ફિલ્મનું શૂટિંગ જલદી પૂરું કર્યું જૅકી ચૅને

સોનુ સૂદ સાથેના ડિનર માટે ફિલ્મનું શૂટિંગ જલદી પૂરું કર્યું જૅકી ચૅને

30 March, 2019 12:22 PM IST |

સોનુ સૂદ સાથેના ડિનર માટે ફિલ્મનું શૂટિંગ જલદી પૂરું કર્યું જૅકી ચૅને

‘કુંગ ફુ યોગા 2’

‘કુંગ ફુ યોગા 2’


સોનુ સૂદને મળવા માટે જૅકી ચૅને પોતાની ફિલ્મ ‘વૅન્ગાર્ડ’નું શૂટિંગ જલદી પૂરું કર્યું હતું. જૅકી ચૅનને જ્યારે એ વાતની જાણ થઈ કે સોનુ દુબઈમાં છે તો તેને મળવા માટે જૅકી ઉત્સુક થઈ ઊઠ્યા હતા. તેમણે સાથે ડિનર તો લીધું જ, પણ સાથે જ ‘કુંગ ફુ યોગા 2’ વિશે પણ ચર્ચા કરી હતી. સોનુ સૂદે 2૦૧૭માં આવેલી સ્ટેનલી ટૉન્ગની ઍક્શન-કૉમેડી ‘કુંગ ફુ યોગા’માં જૅકી ચૅન સાથે કામ કર્યું હતું.

આ પણ વાંચો : શત્રુઘ્ન સિન્હાના કોંગ્રેસમાં સામેલ થવા પર પુત્રી સોનાક્ષીએ આપ્યો જવાબ



બન્નેની મુલાકાતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનુએ એને કૅપ્શન આપી હતી કે ‘કેટલાક સંબંધો આજીવન રહે છે. જૅકી ચૅન અને સ્ટેનલી ટૉન્ગ લવલી ડિનર માટે થૅન્ક યુ બ્રો. ઘણા સમય બાદ તમને મળીને ખૂબ ખુશી થઈ. લવ યુ ઑલવેઝ અને હા ‘કુંગ ફુ યોગા 2’ માટે તૈયાર થઈ જાઓ.’


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2019 12:22 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK