Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Jabariya Jodi Trailer:મસ્ત વનલાઈનર્સ, સિદ્ધાર્થનો નવો અંદાજ,જુઓ ટ્રેલર

Jabariya Jodi Trailer:મસ્ત વનલાઈનર્સ, સિદ્ધાર્થનો નવો અંદાજ,જુઓ ટ્રેલર

01 July, 2019 02:53 PM IST | મુંબઈ

Jabariya Jodi Trailer:મસ્ત વનલાઈનર્સ, સિદ્ધાર્થનો નવો અંદાજ,જુઓ ટ્રેલર

Jabariya Jodi Trailer:મસ્ત વનલાઈનર્સ, સિદ્ધાર્થનો નવો અંદાજ,જુઓ ટ્રેલર


સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરાની અપકમિંગ ફિલ્મ Jabariya Jodiનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. ટ્રેલરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અભયસિંઘ ઉર્ફે એક એવા ભાઈના પાત્રમાં છે, જે લોકોને કિડનેપ કરીને લગન કરાવે છે. તો પરિણીતી ચોપરા બબલી યાદવના રોલમાં છે, જેને અભયસિંઘ સાથે લગ્ન કરવા છે. આ ફિલ્મનો કન્સેપ્ટ પકડવા શાદીનો છે, જે યુપી-બિહાર બાજુ થાય છે. પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોડી રોમેન્ટિક કોમેડીમાં સુપર્બ લાગી રહી છે, સાથે જ ફિલ્મની સ્ટોરી લાઈન પણ યુનિક છે. ફિલ્મ જબરિયા જોડીનું ટ્રેલર આજે મુંબઈમાં રિલીઝ કરવામાં આવ્યું.

આવું છે ફિલ્મનું ટ્રેલર



ફિલ્મના એક્સાઈટિંગ પોસ્ટર બાદ હવે ફિલ્મનું ટ્રેલર પણ સામે આવી ગયું છે. ત્યારે દર્શકો ફિલ્મનું ટ્રેલર જોઈને પણ ખુશ થઈ રહ્યા છે. આ યુનિક સબ્જેક્ટ સાથેની ફિલ્મનું ટ્રેલર લોકોને પસંદ આવી રહ્યું છે. પ્રશાંત સિંઘે ડિરેક્ટ કરેલી આ ફિલ્મને ઉત્તર પ્રદેશના રિયલ લોકેશન પર શૂટ કરવામાં આવી છે, જેથી ફિલ્મમાં યુપીનો રિયલ અંદાજ બતાવી શકાય. ખાસ વાત એ છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલી વખત રફ એન્ડ ટફ હીરોનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છે. તો આ ફિલ્મમાં હંસી તો ફંસીની જોડી પણ ફરી દેખાવાની છે.


અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર


પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની કેમેસ્ટ્રી જબરજસ્ત લાગી રહી છે. ફિલ્મમાં બંને લીડ સ્ટાર્સની સાથે સાથે અપારશક્તિ ખુરાના, સંજય મિશ્રા, નીરજ સૂદ, ગોપાલ દત્ત અને જાવેદ જાફરી પણ છે. આ શાનદાર સ્ટારકાસ્ટ સાથે ફિલ્મ એક નવી જ લવ સ્ટોરી ફિલ્મમાં દેખાવાની છે. ફિલ્મને શોભા કપૂર, એક્તા કપૂર અને શૈલેષ આર સિંઘે પ્રોડ્યુસ કરી છે. બાલાજી ટેલિફિલ્સ અને કર્મા મીડિયા એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શનની ફિલ્મ 2 ઓગસ્ટે રિલીઝ થવાની છે.

આ પણ વાંચોઃ મેહુલ સોલંકીઃ વાંચો 'પ્રેમજી' વિશેની અજાણી વાતો, જુઓ ફોટોઝ

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2019 02:53 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK