જબરિયા જોડીનું ખડકે ગ્લાસી ગીત રીલિઝ, જુઓ સિદ્ધાર્થ અને પરિણીતિનો અંદાજ

મુંબઈ | Jul 06, 2019, 11:47 IST

જબરિયા જોડીનું ગીત ખડકે ગ્લાસી રિલીઝ થયું છે. જે અશોક મસ્તી અને જ્યોતિકાએ ગાયું છે.

જબરિયા જોડીનું ખડકે ગ્લાસી ગીત રીલિઝ
જબરિયા જોડીનું ખડકે ગ્લાસી ગીત રીલિઝ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતિ ચોપરાની ફિલ્મ જબરિયા જોડીનું પહેલું ગીત ખડકે ગ્લાસી રિલીઝ થયું છે. ગીત પહેલા જોવા મળ્યું હતું કે બબલી અને અભય એકબીજાના ચેલેન્જ કરે છે. હવે ચાહકોની રાહનો અંત આવ્યો છે અને ગીત સામે આવી ગયું છે. જુઓ આ ગીત અહીં..

ખડકે ગ્લાસી સોંગ અશોક મસ્તી અને જ્યોકિતાએ ગાયું છે. સોંગને તનિષ્ક બાગચીએ કંપોઝ કર્યું છે. તેની કોરિયોગ્રાફી બોસ્કો માર્ટિસે કરી છે. ખડકે ગ્લાસી અત્યારથી જ લોકપ્રિય બની રહ્યું છે. આ સોંગ ઓરિજીનલી યો યો હની સિંહે ગાયું હતું.

પ્રસાંત સિંહના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મ ઉત્તર પ્રદેશના રીઅલ લોકેશન્સ પર શૂટ થઈ છે જેથી તેમાં ઉત્તર પ્રદેશના રંગો જોવા મળે. સિદ્ધાર્થ અને પરિણીતિ આ પહેલા હસી તો ફસીમાં સાથે કામ કરી ચુક્યા છે.

આ પણ વાંચોઃ Happy Birthday: રણવીર સિંહની ફ્રેન્ડઝ-ફેમિલી સાથે Gully Boyની કેન્ડીડ મોમેન્ટ્સ, જુઓ ફોટોઝ

ફિલ્મમાં અપારશક્તિ ખુરાના, સંજય મિશ્રા, નીરજ સૂદ, ગોપાલ દત્ત, જાવેદ જાફરી અને ચંદન રોય સન્યાલ પણ છે. ફિલ્મને શોભા કપૂર, એકતા કપૂર અને શૈલેશ આર. સિંહે પ્રોડ્યુસ કરી છે. જબરિયા જોડી બાલાજી ટેલિફિલ્મ્સની ફિલ્મ છે. ફિલ્મ બીજી ઑગસ્ટે રિલીઝ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK