Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Jabariya Jodi: પકડવા વિવાહની આ રીતે થઈ હતી શરૂઆત

Jabariya Jodi: પકડવા વિવાહની આ રીતે થઈ હતી શરૂઆત

16 July, 2019 02:51 PM IST | મુંબઈ

Jabariya Jodi: પકડવા વિવાહની આ રીતે થઈ હતી શરૂઆત

Jabariya Jodi: પકડવા વિવાહની આ રીતે થઈ હતી શરૂઆત


સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરાની ફિલ્મ જબરિયા જોડી ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ બિહારમાં ચાલતી પ્રથા પકડવા વિવાહ પર આધારિત છે. જો કે આ પ્રથા પહેલી નજરે ભલે ખોટી લાગતી હોય, પરંતુ સત્ય એ છે કે પકડવા વિવાહની શરૂઆત દહેજ પ્રથા સામે લડવા માટે થઈ હતી.

રાજસ્થાન અને બિહારમાં પકડવા વિવાહની પ્રથા આજે પણ ચાલે છે. જેમાં યુવકોનું અપહરણ કરીને તેમના લગ્ન કરી દવામાં આવે છે. આ અનોખી પ્રથા પાછળ દહેજનું દૂષણ કારણભૂત છે. કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં દહેજ માગવાના કિસ્સા ખૂબ જ થતા હોય છે, અને દહેજ આપવા પર જ યુવતીઓના લગ્ન થયા હોય છે. ત્યારે દહેજના દૂષણને નાથવા પકડવા વિવાહ શરૂ થયો હતો.



આ મામલે વધુ માહિતી આપતા ફિલ્મના ડિરેક્ટર પ્રશાંત સિંહે કહ્યું કે,'પકડવા વિવાહની પ્રથા ભારતના પાછાત ગામોમાં લગભગ 30 વર્ષથી ચાલી આવી છે. આ એક રીતે દહેજ આપવાથી બવાની રીત છે. કારણ કે કેટલાક ગામોમાં આજે પણ દહેજ વગર ડોલી નથી ઉઠતી. અને 80 ટકા લોકો દહેજ આપવામાં સક્ષમ નથી હોતા, એટલે તેઓ પોતાની પુત્રીના લગ્ન માટે આર્થિક રીતે સમર્થ છોકરાને પકડી જબરજસ્તી લગ્ન કરાવી દે છે. જેથી દહેજ વિના તે કુંવારી ન રહે. આમ તો આ એક ગુનો છે, પરંતુ હવે તે પ્રથા બની ગઈ છે.'


ફિલ્મ જબરિયા જોડી દ્વારા પકડવા વિવાદનો આ કન્સેપ્ટ પહેલીવાર બોલીવુડમાં દેખાવાનો છે. પ્રશાંત સિંહે ડિરેક્ટ કરેલી ફિલ્મ એક અનોખી લવસ્ટોરીની સાથે સાથે કોમેડીનો ડોઝ પણ આપશે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મના બંને લેખત સંજીવ કે ઝા અને પ્રશાંત સિંહ આ જ રાજ્યના છે. એટલે ફિલ્મન બીરીકીને સમજવામાં અને તેને વાસ્તવિક રાખવાની સાથે ફિક્શન કરવામાં આસાની રહી છે.


આ પણ વાંચોઃ Hetal Gada:નાની ઉંમરે જ ટેલેન્ટના પારખાં કરાવી રહી છે આ ગુજરાતી છોકરી

શોભા કપૂર, એક્તા કપૂર, શૈલેષ અને પ્રશાંત સિંહ દ્વારા પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ બાલાજી ટેલી ફિલ્મ્સ તેમજ કર્મા મીડિયા એન્ડ એન્ટરટેઈમેન્ટ પ્રોડક્શન અંતર્ગત બની છે. ફિલ્મ 2 ઓગસ્ટ 2019ના રોજ રિલીઝ થવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

16 July, 2019 02:51 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK