Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જબ તક હૈ જાન અને સન ઑફ સરદાર બન્ને ૧૦૦ કરોડના માર્ક સુધી પહોંચવાની તૈયારીમાં

જબ તક હૈ જાન અને સન ઑફ સરદાર બન્ને ૧૦૦ કરોડના માર્ક સુધી પહોંચવાની તૈયારીમાં

20 November, 2012 05:54 AM IST |

જબ તક હૈ જાન અને સન ઑફ સરદાર બન્ને ૧૦૦ કરોડના માર્ક સુધી પહોંચવાની તૈયારીમાં

જબ તક હૈ જાન અને સન ઑફ સરદાર બન્ને ૧૦૦ કરોડના માર્ક સુધી પહોંચવાની તૈયારીમાં



આ વર્ષે દિવાળીના દિવસે રિલીઝ થયેલી શાહરુખ ખાનની ‘જબ તક હૈ જાન’ અને અજય દેવગનની ‘સન ઑફ સરદાર’ એમ બે મોટી ફિલ્મો એકસાથે રિલીઝ થઈ હતી. આ બન્ને ફિલ્મો અલગ-અલગ પ્રકારની હોવા છતાં તેમની વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ છે. આ બન્ને ફિલ્મોને બૉક્સ-ઑફિસ પર સારો પ્રતિભાવ મળ્યો છે.

‘જબ તક હૈ જાન’ અને ‘સન ઑફ સરદાર’ની કમાણીના આંકડા પર નજર ફેરવીએ તો ખબર પડે છે કે દિવાળીના દિવસે મંગળવારે રિલીઝ થયેલી ‘જબ તક હૈ જાન’ને મંગળવારે ૧૫.૨૩ કરોડ, બુધવારે ૧૯.૫૪ કરોડ, ગુરુવારે ૧૪.૨૩ કરોડ, શુક્રવારે ૧૧.૧૭ કરોડ, શનિવારે ૧૦.૩૮ કરોડ અને રવિવારે ૧૦.૧૮ કરોડ મળીને પહેલા છ દિવસમાં કુલ ૮૦.૭૩ કરોડ રૂપિયાની આવક થઈ છે; જ્યારે ‘સન ઑફ સરદાર’ને મંગળવારે ૧૦.૭૩ કરોડ, બુધવારે ૧૬.૨૧ કરોડ, ગુરુવારે ૧૨.૨૦ કરોડ, શુક્રવારે ૯.૨૫ કરોડ, શનિવારે ૮.૫૦ કરોડ અને રવિવારે ૯.૧૩ કરોડ મળીને પહેલા છ દિવસમાં કુલ ૬૬.૦૨ કરોડ રૂપિયાની આવક થઈ છે.

આમ દિવાળીના દિવસે રિલીઝ થયેલી આ બહુ ગાજેલી બન્ને ફિલ્મો ટૂંક સમયમાં ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી સુધી પહોંચી જાય એવી શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2012 05:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK