ડિસ્કો દીવાને ફેમ ટ્રાન્સવુમન ઈવાંકા દાસ વેબ-સિરીઝ મંડીમાં

Published: Dec 04, 2019, 11:42 IST | Parth Dave | Mumbai

ઈવાંકા ‘મંડી’માં વૈશ્યાગૃહની માલિકણ કરીનાનું પાત્ર ભજવશે. એ ઉપરાંત કલાકારોમાં ‘સરબજિત’ ફિલ્મ ફેમ ત્રિશાન સિંહ મૈની, ‘ગંદી બાત’ વેબ-સિરીઝની ઍક્ટ્રેસ પલ્લવી મુખરજી, ગરિમા મૌર્ય વિક્રમ સોની અને સુપ્રિયા શુક્લા જોવા મળશે.

ઈવાન્કા દાસ
ઈવાન્કા દાસ

કલર્સ પર આવતા ડાન્સ રિયલિટી શો ‘ડિસ્કો દીવાને’ની બીજી સીઝનથી લાઇમ-લાઇટમાં આવેલી ટ્રાન્સવુમન ઈવાંકા દાસ હવે વેબ-વર્લ્ડમાં ડેબ્યુ કરવાની છે.
જેમ વેબ-સિરીઝ અને વેબ-ફિલ્મો કૂદકે ને ભૂસકે નવી-નવી બની રહી છે એમ નવા-નવા ઓટીટી (ઓવર ધ ટૉપ) પ્લૅટફૉર્મ પણ ફૂટી રહ્યાં છે. એવું એક ડિજિટલ પ્લેટફૉર્મ પ્રાઇમ ફ્લિક્સ (ઍમેઝૉન પ્રાઇમ અને નેટફ્લિક્સના નામ જોડીને આનું નામકરણ કરાયું છે!) આવનારી વેબ-સિરીઝ ‘મંડી’માં વેશ્યાગૃહની આસપાસ વાર્તા રજૂ કરાશે જેમાં મુખ્ય કૅરૅક્ટરમાં ટ્રાન્સવુમન ઈવાંકા દાસને કાસ્ટ કરવામાં આવી છે.
મૉડલ અને ડાન્સ કોરિયોગ્રાફર ઈવાંકા દાસે ‘ડાન્સ દીવાને’માં દર્શકો અને જજીસ દ્વારા વખાણ મેળવ્યાં હતાં. જેનું પહેલાં નામ ‘બ્રૉથલ’ રખાયું હતું એ વેબ-સિરીઝ ‘મંડી’ના પ્રોડ્યુસર અક્ષય મિશ્રાનું કહેવું છે કે ‘અમે આ સિરીઝ માટે કોઈ પણ મેલ ઍક્ટરને પસંદ કરીને અને કૉસ્ચ્યુમ પહેરાવીને ટ્રાન્સવુમન તરીકે રજૂ કરી શક્યા હોત પણ મને લાગ્યું કે ઈવાંકા આ પાત્રને ઑન-સ્ક્રીન જસ્ટિસ આપી શકશે, કેમ કે તેણે એ અનુભવ્યું છે.
ઈવાંકા ‘મંડી’માં વૈશ્યાગૃહની માલિકણ કરીનાનું પાત્ર ભજવશે. એ ઉપરાંત કલાકારોમાં ‘સરબજિત’ ફિલ્મ ફેમ ત્રિશાન સિંહ મૈની, ‘ગંદી બાત’ વેબ-સિરીઝની ઍક્ટ્રેસ પલ્લવી મુખરજી, ગરિમા મૌર્ય વિક્રમ સોની અને સુપ્રિયા શુક્લા જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK