Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અંગ્રેજી મીડિયમનું શૂટિંગ થયું પૂર્ણ, ડાયરેક્ટરે કર્યા ઈરફાન ખાનના વખાણ

અંગ્રેજી મીડિયમનું શૂટિંગ થયું પૂર્ણ, ડાયરેક્ટરે કર્યા ઈરફાન ખાનના વખાણ

13 July, 2019 12:56 PM IST | મુંબઈ

અંગ્રેજી મીડિયમનું શૂટિંગ થયું પૂર્ણ, ડાયરેક્ટરે કર્યા ઈરફાન ખાનના વખાણ

અંગ્રેજી મીડિયમનું શૂટિંગ થયું પૂર્ણ

અંગ્રેજી મીડિયમનું શૂટિંગ થયું પૂર્ણ


અભિનેતા ઈરફાન ખાન કેન્સર સામે લડ્યા બાદ બોલીવુડમાં ફિલ્મ અંગ્રેજી મીડિયમથી પાછા ફરી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન હોમી અડાજણિયાએ કર્યું છે. જેનું શૂટિંગ લંડનમાં ખમત થયું. શૂટિંગ ખતમ થયા બાદ સોશિયલ મીડિયા પર હોમીએ પોસ્ટ કરી અને એક ઈમોશનલ તસવીર શેર કરી છે. જેમાં તેમણે ઈરફાનના વખાણ કર્યા છે.

 
 
 
View this post on Instagram

I wanted to do this film knowing it would be against the odds. I wanted to do it for all the wrong reasons to make a film but they just seemed so right and still do. It’s been an emotional roller coaster more than anything else and I know how hard it’s been for everyone. Irrfan Khan, you are incredible ... and you’re a decent actor as well ?. I love you more than I know how to say. Thank you to my crew and cast for not letting the odds stack up against us. I truly believe that our collective positivity and celebration of life allowed us this. Regardless of this film’s fate, it’s shown me a lighter way of being and I’ll always cherish this. ?? #itsawrap #angrezimedium #adioslondon @irrfan #iflifegivesyoulemonsgrabsometequila ? @harjeetsphotography @maddockfilms ? #dineshvijan

A post shared by Homi Adajania (@homster) onJul 12, 2019 at 8:25am PDT




હોમીએ પોસ્ટમાં લખ્યું છે કે, "હું ફિલ્મ કરવા માંગતો હતો. મને ખબર હતી કે તેમાં અડચણો આવશે. હું તમામ ખોટા કારણો માટે આ ફિલ્મ કરવા માંગતો હતો પરંતુ હવે તે મને સાચા લાગી રહ્યા છે. આ મારા માટે ઈમોશનલ રોલર કોસ્ટર સમાન રહ્યું છે અને મને ખબર છે કે સાથે જોડાયેલા બધા માટે કેટલુ અઘરૂં રહ્યું છે. ઈરફાન ખાન તમે અતુલનીય છો. અને સારા અભિનેતા પણ છો. હું તમને વ્યક્ત કરી શકું તેના કરતા વધારે પ્રેમ કરું છું. મારા ક્રૂ અને કાસ્ટનો પણ આભાર જેમણે મુશ્કેલીઓને હાવી ન થવા દીધી. હું માનું છે કે અમારા તમામની સકારાત્મકતા અને જીવનને ઉજવવાની રીતે અમને આ કરવા દીધું. ફિલ્મનું ભવિષ્ય જે પણ હોય પણ તેણે મને એક પ્રકાશ બતાવ્યો છે જેને હું હંમેશા યાદ રાખીશ."

પોસ્ટ સાથેની તસવીર જોઈને લાગે છે કે આ તે ફિલ્મના શૂટિંગ દરમિયાન લેવામાં આવી છે. અને હોમીની આ પોસ્ટ પરથી અંદાજ લગાવી શકાય છે કે તે કેટલા ઈમોશનલ થઈ ગયા હતા.


આ પણ વાંચોઃ બ્લેક આઉટફિટમાં જીમ પહોંચી મલાઈકા, જુઓ તસવીરો

મહત્વનું છે કે ઈરફાન ખાન લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. અને સારવાર બાદ તેમને પહેલી ફિલ્મ અંગ્રેજી મીડિયમ છે. ફિલ્મમાં કરીના કપૂર અને રાધિકા મદાન પણ છે. અંગ્રેજી મીડિયમ ઈરફાન ખાન અને સબા કમરની ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલ છે.


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2019 12:56 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK