Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટાઇગર સાથે હીરોપંતી 2માં દેખાશે તારા સુતરિયા

ટાઇગર સાથે હીરોપંતી 2માં દેખાશે તારા સુતરિયા

31 October, 2020 06:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટાઇગર સાથે હીરોપંતી 2માં દેખાશે તારા સુતરિયા

તારા સુતરિયા

તારા સુતરિયા


તારા સુતરિયા હવે ‘હીરોપંતી 2’માં ટાઇગર શ્રોફ સાથે જોવા મળવાની છે. આ ફિલ્મને અહમદ ખાન ડિરેક્ટ કરશે. સાજિદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ કરવામાં આવશે. તારા સુતરિયાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે હવે સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટી સાથે ‘RX100’માં પણ જોવા મળવાની છે. ટાઇગર શ્રોફ સાથેની ફિલ્મમાં કામ કરવાની તક મળતાં તારાએ ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરી હતી. એ નોટમાં લખ્યું હતું કે ‘મારા ફેવરિટ્સની સાથે હું ફરીથી કામ કરવાની છું. મારામાં વિશ્વાસ કરવા માટે સાજિદ સર તમારો આભાર. ‘હીરોપંતી 2’માં કામ કરવાના છીએ. મારા બર્થ-ડે મન્થની આનાથી વિશેષ શરૂઆત કોઈ ન હોઈ શકે.’

આ નોટને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તારાએ કૅપ્શન આપી હતી કે ‘આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહિત છું. નવી જર્નીની શરૂઆત કરી રહી છું.’


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2020 06:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK