સ્ટેજ પર બિકિની પહેરીને ચાલવું અકળાવનારું : પ્રિયંકા

Published: Dec 30, 2014, 03:29 IST

હવેથી મિસ વર્લ્ડ કૉમ્પિટિશનમાં બિકિની રાઉન્ડ નહીં થાય એ જાણીને પ્રિયંકા ચોપડા એકદમ ખુશ
૨૦૦૦ની સાલમાં મિસ વર્લ્ડ બનેલી અને ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ કહ્યું હતું કે ‘હું લકી છું. મિસ વર્લ્ડ બની ત્યારે આ કૉમ્પિટિશનમાં સ્વિમસૂટ રાઉન્ડ નહોતો, આમેય સ્ટેજ પર બિકિની પહેરીને ચાલવું અકળાવનારું કહેવાય.’

૧૯૫૧થી દર વર્ષે મિસ વર્લ્ડ કૉમ્પિટિશન યોજતા ઓર્ગેનાઇઝર્સે આવતા વર્ષથી આ કૉમ્પિટિશનમાંથી સ્વિમસૂટ રાઉન્ડ કૅન્સલ કર્યો છે. આ વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે ‘સ્ટેજ પર સ્વિમસૂટ અને હીલ્સ પહેરીને ચાલવાનું ખૂબ જ અકળાવનારું છે. જો કૉમ્પિટિશનમાં આ રાઉન્ડ રાખવો જ હોય તો સ્પર્ધકોને સ્વિમિંગ-પૂલ કે બીચ પર લઈ જઈને એનું શૂટિંગ કરવું જોઈએ, કેમ કે એ નૅચરલ કહેવાય, સ્ટેજ પર આ રાઉન્ડ અનનૅચરલ અને ઑકવર્ડ કહેવાય. જોકે હું આ કૉમ્પિટિશનમાં હતી ત્યારે આ રાઉન્ડ નહોતો એથી મારી જાતને લકી માનું છું, સ્ટેજ પર બિકિની રાઉન્ડને હું ખૂબ અકળાવનારો માનું છું.’ ૧૪ ડિસેમ્બરે લંડનમાં યોજાયેલી ૬૪મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં આ વર્ષે છેલ્લો બિકિની રાઉન્ડ હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK