Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્ક્રીન પર કેટલા સમય આવો છો એ મહત્ત્વનું નથી: તાપસી પન્નુ

સ્ક્રીન પર કેટલા સમય આવો છો એ મહત્ત્વનું નથી: તાપસી પન્નુ

24 January, 2021 02:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ક્રીન પર કેટલા સમય આવો છો એ મહત્ત્વનું નથી: તાપસી પન્નુ

બેબીનું પોસ્ટર

બેબીનું પોસ્ટર


તાપસી પન્નુનું કહેવું છે કે સ્ક્રીન પર કેટલા સમય માટે આવો છો એના કરતાં લોકો પર કેટલી અસર છોડો છો એ અગત્યનું છે. તાપસીની ‘બેબી’ ૨૦૧૫માં રિલીઝ થઈ હતી, જેમાં તેણે અન્ડરકવર એજન્ટ શબાના ખાનની ભૂમિકા ભજવી હતી. બાદમાં આ જ ફિલ્મની પ્રિક્વલ ‘નામ શબાના’ ૨૦૧૭માં આવી હતી. ‘બેબી’માં અક્ષયકુમાર, ડૅની, અનુપમ ખેર અને રાણા દગુબટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ‘બેબી’નું પોસ્ટર ટ્વિટર પર શૅર કરીને તાપસીએ ટ્વીટ કર્યું હતું, ‘ડિયર ઍક્ટર્સ, કેટલી મિનિટ માટે સ્ક્રીન પર આવો છો એ જરૂરી નથી, પરંતુ લોકો પર તમે એટલી મિનિટમાં કેટલી છાપ છોડો છો એ અગત્યનું છે. એ ૭ મિનિટે પ્રવાહની દિશાને જ બદલી નાખી હતી, જે મારા માટે સારી બાબત હતી.’

તાપસીના પર્ફોર્મન્સની અક્ષયકુમારે પણ ખૂબ પ્રશંસા કરી છે. તાપસીના ટ્વિટ પર રિપ્લાય આપતાં અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું, ‘સાચી વાત છે. તમારી પાસે જે હોય એને જ સારું બનાવવાનો પ્રયાસ કરો. તારા પર અને તારી આગળ વધતી જર્ની પર ગર્વ છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2021 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK