Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ તૈયાર થઈ જતાં એને જલદી રિલીઝ કરવાની મારી ટેવ છે: શૂજિત સરકાર

ફિલ્મ તૈયાર થઈ જતાં એને જલદી રિલીઝ કરવાની મારી ટેવ છે: શૂજિત સરકાર

15 May, 2020 05:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મ તૈયાર થઈ જતાં એને જલદી રિલીઝ કરવાની મારી ટેવ છે: શૂજિત સરકાર

ફિલ્મ તૈયાર થઈ જતાં એને જલદી રિલીઝ કરવાની મારી ટેવ છે: શૂજિત સરકાર


શૂજિત સરકારનું કહેવું છે કે તેને એક ખરાબ ટેવ છે કે ફિલ્મ તૈયાર થઈ જાય તો એને વહેલાસર રિલીઝ કરવામાં આવે. આ જ કારણ છે કે અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ‘ગુલાબો સિતાબો’ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવશે. એ વિશે જણાવતાં શૂજિતે કહ્યું હતું કે ‘અમારી ફિલ્મ બની ગઈ અને અમે એને એપ્રિલમાં રિલીઝ કરવાના હતા. સામાન્ય રીતે મારી એક ખરાબ ટેવ છે કે ફિલ્મ તૈયાર થઈ જાય તો એને જલદી જ દર્શકોને દેખાડવા માટે હું આતુર બની જાઉં છું. આ કોરોનાની બીમારીનું સંકટ પણ હવે તો આપણા પર આવ્યું છે.’

ફિલ્મના પ્રોડ્યુસર રૉની લાહિરી સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો હોવાનું જણાવતાં શૂજિતે કહ્યું હતું કે ‘રૉનીએ મારી સાથે ચર્ચા કરી હતી કે આ ફિલ્મને જો ડિજિટલ પર રિલીઝ કરવામાં આવે તો તમારું શું કહેવું છે? એ વખતે મેં સ્પષ્ટતા રાખી હતી કે મને જેમ બને એમ વધુ લોકો સુધી પહોંચવું છે. તેમણે મને કહ્યું કે આ ફિલ્મ એકસાથે બસો દેશોમાં રિલીઝ કરવામાં આવશે. મેં આવા પ્રકારની રિલીઝ કદી પણ નહોતી કરી. આ પ્લૅટફૉર્મનો મને અનુભવ પણ નથી. ફિલ્મ તો તૈયાર છે અને એ વાતની જાણકારી નથી કે થિયેટર્સ ક્યારે શરૂ થશે. ડિજિટલ તો સિનેમાનું સહઅસ્તિત્વ છે. એમાં ભવિષ્ય પણ છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2020 05:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK