Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘ઈશ્કબાઝ’ ફેમ અભિનેતા નકુલ મહેતા લગ્નના આઠ વર્ષ પછી બનશે પિતા

‘ઈશ્કબાઝ’ ફેમ અભિનેતા નકુલ મહેતા લગ્નના આઠ વર્ષ પછી બનશે પિતા

07 November, 2020 04:19 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

‘ઈશ્કબાઝ’ ફેમ અભિનેતા નકુલ મહેતા લગ્નના આઠ વર્ષ પછી બનશે પિતા

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


કોરોના વાયરસ મહામારીએ ભલે 2020નું વર્ષ ખરાબ કરી દીધું હોય અને અનેક મુશ્કેલીઓ લઈને આવ્યું હોય. પરંતુ આ વર્ષ અનેક સ્ટાર્સ માટે ખુશખબરીઓ લઈને પણ આવ્યું છે. ટીવીના વધુ એક કપલને ઘરે હવે પારણુ બંધાવવાનું છે. સ્ટાર પ્લસની લોકપ્રિય સીરિયલ ‘ઈશ્કબાઝ’ ફેમ અભિનેતા નકુલ મહેતા (Nakuul Mehta) લગ્નના આઠ વર્ષ પછી પિતા બનવાનો છે. ગર્ભવતી પત્ની જાનકી પારેખ (Jankee Parekh) સાથેનો વીડિયો શૅર કરીને અભિનેતાએ આ ખુશખબરી ફૅન્સને આપી હતી. તો બીજી બાજુ જાનકીએ પણ ઈન્સ્ટાગ્રામ પર બેબી બંપ ફ્લૉન્ટ કરતી તસવીરો શૅર કરી છે. જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

નકુલ મહેતાએ પત્ની જાનકી પારેખ સાથેનો એક ક્યૂટ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરીને તેમના જીવનમાં નવા મહેમાનના આગમનના સમાચાર આપ્યા છે. આ વીડિયોમાં અભિનેતાની પત્ની બેબી બંપ ફ્લૉન્ટ કરતી દેખાય છે. સાથે જ નકુલે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘બેસ્ટ ફ્રેન્ડ પછી ગર્લ ફ્રેન્ડ પછી પત્ની અને હવે આ. અમારો પરિવાર મોટો થઈ રહ્યો છે’.



 
 
 
View this post on Instagram

Best friend < Girl friend < Missus < THIS ❤️ Circle of life & then some more .. Avec @jank_ee #WeAreExpanding

A post shared by Nakuul Mehta (@nakuulmehta) onNov 6, 2020 at 11:18pm PST


અભિનેતાની પત્નીએ પણ બેબી બંપ ફ્લૉન્ટ કરતી ક્યૂટ તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે.


નકુલ મહેતા અને જાનકી પારેખના લગ્ન જાન્યુઆરી 2012માં થયા હતા. તેઓએ લગ્ન પહેલાં નવ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું. જાનકી પારેખ ગાયિકા, પર્ફોમર અને વોઈસ ઓવર આર્ટિસ્ટ છે. નકુલ મહેતા ટીવી ક્ષેત્રે જાણીતો અને લોકપ્રિય ચહેરો છે. નકુલે વર્ષ 2012માં સિરીયલ 'પ્યાર કા દર્દ હૈ, મીઠા-મીઠા પ્યારા-પ્યારા'થી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે, ટીવી કપલ્સમાં નકુલ મહેતા-જાનકી પારેખ સિવાય અનિતા હસનંદાની-રોહિત રેડ્ડી, કરણવીર બોહરા-ટીજે સિદ્ધુના ઘરે પણ પારણું બંધાવવાનું છે.

Whatsapp-channel Whatsapp-channel

07 November, 2020 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK