Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > એક બેંગોલી તરીકે મા કાલીનું કૅરેક્ટર કરવા મળવું એ જ મોટી વાત

એક બેંગોલી તરીકે મા કાલીનું કૅરેક્ટર કરવા મળવું એ જ મોટી વાત

04 December, 2019 11:46 AM IST | Mumbai

એક બેંગોલી તરીકે મા કાલીનું કૅરેક્ટર કરવા મળવું એ જ મોટી વાત

ઈશિતા ગાંગુલી

ઈશિતા ગાંગુલી


સ્ટાર ભારતની ધાર્મિક સીરિયલ ‘જગ જનની માં વૈષ્ણોદેવી’માં અત્યારે માં કાલીની વાત આવી રહી છે. મા કાલીનું કૅરેક્ટર કરી રહેલી ઇશિતા ગાંગુલી ભારોભાર અહોભાવ વચ્ચે જીવે છે કે એને મા કાલીનું કૅરેક્ટર કરવા મળ્યું છે. બંગાળમાં મા કાલીનું મહત્વ અદકેરું છે જે સૌ જાણે છે. ઇશિતા પોતે બંગાળી છે અને એવા સમયે એને માં કાલીનું કૅરેક્ટર તેને મળ્યું એ વાતની ખૂશી ઇશિતાથી સહેજ અમસ્તી પણ સમાતી નથી. ઇશિતા કહે છે, ‘મા કાલીનું રૌદ્ર રૂપ જ આજ સુધી બધાએ જોયું હતું પણ હવે તેમના બધા રૂપ જોવા મળે છે. એક માનું સ્વરૂપ, પત્નીનું રૂપ, આદ્યશક્તિનું સ્વરૂપ. આ બધા રૂપ એવા છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.’
ઇશિતા કહે છે, ‘હું મારી જાતને ધન્ય માનું છું કે એક બેંગોલી તરીકે મને આ કૅરેક્ટર મળ્યું. મારી આખી લાઇફમાં આવું કૅરેક્ટર મને કરવા નથી મળ્યું. મને લાગે છે કે આ મા કાલીના જ આશિર્વાદ છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2019 11:46 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK