ઈશાન ખટ્ટર દરેક કૅરૅક્ટરમાં પોતાનું સર્વસ્વ આપવા માગે છે. સાથે જ એક ઍક્ટર તરીકે પોતાનામાં સતત વિકાસ લાવે છે. માજીદ મજિદીની ‘બિયૉન્ડ ધ ક્લાઉડ્સ’ દ્વારા ઈશાને ઍક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ‘ધડક’ મારફત બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. હાલમાં તેની પાસે ‘ખાલીપીલી’, ‘ફોન ભૂત’ અને ‘પીપા’ આ ત્રણ ફિલ્મો છે. પોતાનાં પાત્રો વિશે ઈશાને કહ્યું હતું કે ‘મને નથી ખબર કે હું મારી જાતનો વિકાસ થતાં કેવી રીતે જોઈશ. જોકે હું મારામાં સુધારો લાવવાનો પ્રયાસ કરતો રહું છું. મારી ઇચ્છા મારા દરેક કૅરૅક્ટરમાં સર્વસ્વ આપવાની છે જેથી એમાં હું પૂરી રીતે ડૂબી જાઉં અને પોતાના પાત્ર સાથે ન્યાય કરી શકું. દરેક અનુભવ અલગ હોય છે. દરેક પાત્ર, દરેક ફિલ્મ પણ અલગ હોય છે. એથી હું કામને હું માણું છું. સાથે જ મારા કામમાં વરાઇટી અને વિવિધતાને પણ હું એન્જૉય કરું છું. એ વસ્તુને હું જાળવી રાખવા માગું છું. મારી બે પહેલી ફિલ્મો કર્યા બાદ ખૂબ લાંબો અંતરાલ આવી ગયો હતો. એક વર્ષની અંદર જ મેં એ બન્ને ફિલ્મોનું શૂટિંગ કર્યું હતું.’
Gauahar Khan Father Passes Away: ગૌહર ખાનના પિતાનું થયું નિધન
5th March, 2021 12:21 ISTTotal Timepaas: રાકેશ રોશને લીધી કોવિડની વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી જોવા મળી કરીના
5th March, 2021 12:17 ISTરેશમા આપાને કારણે બૉમ્બે બેગમ્સની લીલીમાં જાન પૂરી શકી છું: અમૃતા સુભાષ
5th March, 2021 12:07 ISTકંગના રનોટ વિરુદ્ધ મુંબઈ પોલીસે કોર્ટમાં ફાઇલ કર્યો રિપોર્ટ
5th March, 2021 12:04 IST