રોની સ્ક્રૂવાલા, સિદ્ધાર્થ રૉય કપૂર અને રાજા ક્રિષ્ન મેનનની ફિલ્મ ‘પિપ્પા’માં મૃણાલ ઠાકુર, પ્રિયાંશુ પૈનયુલી અને ઈશાન ખટ્ટરને પસંદ કરવામાં આવ્યાં છે. વૉર વેટરન બ્રિગેડિયર બલરામ સિંહ મેહતાની બુક ‘ધ બર્નિંગ ચાફીસ’ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં ઈશાનને પસંદ કરવામાં આવ્યો હતો અને હવે મૃણાલ ઠાકુરની સાથે પ્રિયાંશુ પૈનયુલીને પસંદ કરવામાં આવ્યાં છે. ‘સુપર 30’ માટે જાણીતી મૃણાલ અને ‘મિર્ઝાપુર 2’ માટે જાણીતો પ્રિયાંશુ આ વૉર-ડ્રામામાં ઈશાનનાં ભાઈ-બહેનની ભૂમિકામાં જોવા મળશે તેમ જ સોની રાઝદાન તેમની મમ્મીના પાત્રમાં જોવા મળશે. બ્રિગેડિયર મેહતાના રોલમાં ઈશાન જોવા મળશે. તેઓ ૧૯૭૧ના ઇન્ડો-પાકિસ્તાન વૉર દરમ્યાન યુદ્ધમાં લડ્યા હતા. આ વિશે રોની સ્ક્રૂવાલાએ કહ્યું હતું કે ‘અમારી ‘પિપ્પા’ની સ્ટોરી ૧૯૭૧માં ઇન્ડિયાની વિક્ટરી પર આધારિત છે. આ ફિલ્મને મેહતા-ફૅમિલીના દૃષ્ટિકોણથી દેખાડવામાં આવી છે. આ મેહતા-ફૅમિલીની સ્ટોરી કહેવા માટે અમારી પાસે ઈશાનની સાથે મૃણાલ અને પ્રિયાંશુ જેવા અદ્ભુત ઍક્ટર છે.’
ટાઈગર શ્રોફના જન્મદિવસે પરિવારજનો અને બૉલીવુડ સેલેબ્ઝનો શુભેચ્છાઓનો વરસાદ
3rd March, 2021 13:00 ISTકૅનેડામાં સેટલ થવાનો ઑપ્શન હતો, પરંતુ મેં એ નહોતો સ્વીકાર્યો : બાદશાહ
3rd March, 2021 12:25 ISTઅર્થની રીમેકમાં બૉબી દેઓલ સાથે દેખાશે જૅકલિન અને સ્વરા?
3rd March, 2021 12:21 ISTપોટૅશિયમ સાયનાઇડમાં અદા ખાન લીડ રોલમાં
3rd March, 2021 12:10 IST