ઈશાન ખટ્ટર અને અનન્યા પાન્ડેના ક્રેઝી ઍક્શન છે ખાલી પીલીમાં

Published: Jan 25, 2020, 15:30 IST | Mumbai

ઈશાન ખટ્ટર અને અનન્યા પાન્ડેએ તેમની આગામી ફિલ્મ ‘ખાલી પીલી’માં ધમાકેદાર ક્રેઝી સ્ટન્ટ્સ કર્યા છે.

ઈશાન ખટ્ટર અને અનન્યા પાન્ડે
ઈશાન ખટ્ટર અને અનન્યા પાન્ડે

ઈશાન ખટ્ટર અને અનન્યા પાન્ડેએ તેમની આગામી ફિલ્મ ‘ખાલી પીલી’માં ધમાકેદાર ક્રેઝી સ્ટન્ટ્સ કર્યા છે. આ બન્નેએ મહારાષ્ટ્રનાં વાઇમાં આ સીક્વન્સનું શૂટિંગ કર્યું છે. ઍક્શન ડિરેક્ટર પરવેઝ શેખે લીડ ઍક્ટર્સ અને વિલન જયદિપ અહલાવત વચ્ચે ઍક્શન સીક્વન્સ ડિરેક્ટ કર્યા છે. એ દરમ્યાન ફિલ્મનાં ડિરેક્ટર મકબુલ ખાને આ ઍક્શન સીક્વન્સ માટે બૉડી ડબલનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. જોકે ઈશાન અને અનન્યાએ આ સીન્સ પોતે જ ભજવવા પર ભાર મુક્યો હતો. એવુ જાણવા મળ્યુ છે કે ઈશાનને એક મોટા પિક-અપ વાહન પરથી કુદવાનું હતું અને ૩૦ મીટર સુધી જમીન પર ઘસડાવાનું હતું, જેથી ઈશાન ઘાયલ થઈ જાય એવી શક્યતા પણ ઘણી હતી. આ સીક્વન્સ માટે પરવેઝે બૉડી ડબલનો ઉપયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે તેમણે ના પાડતા દૃશ્ય માટે તેમને સખત ટ્રેઇનિંગ પણ આપવી પડી હતી. દસ દિવસનાં શૂટિંગ દરમ્યાન ઈશાનને વાઇની સાંકડી ગલીઓમાંથી ચૅઝીંગનું સીક્વન્સ પણ કરવાનું હતું. ફિલ્મનાં ડિરેક્ટર મકબુલ ખાને તેમની સાથે કામ કરવાનાં અનુભવની પ્રશંસા કરી હતી. તેમનાં મુજબ આ બન્નેએ ક્રૅઝી સ્ટન્ટ્સ કર્યા છે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર, ઝી સ્ટૂડિયોઝ અને હિમાંશુ કિશન મેહરાએ મળીને પ્રોડ્યુસ કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK