'એ સૂટેબલ બૉય'માં તબુ સાથે રોમાન્સ પર ઇશાન ખટ્ટરે આપી આવી પ્રતિક્રિયા

Published: Aug 04, 2020, 21:14 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

ફિલ્મ 'ધડક' અભિનેતા અને શાહિદ કપૂરના નાના ભાઈએ કહ્યું કે માનનું પાત્ર ભજવવું તેના કરિઅરની મહત્વની બાબત છે.

ઇશાન ખટ્ટર
ઇશાન ખટ્ટર

વિક્રમ સેઠની નવલકથા 'અ સૂટેબલ બૉય (A Suitable Boy)'પર આધારિત મીરા નાયરની ટીવી સીરિઝમાં માન કપૂરની ભૂમિકા ભજવનાર અભિનેતા ઇશાન ખટ્ટર કહે છે કે તબુના સઇદા બાઈના પાત્ર સાથે તેનું પાત્ર એક અસહજ રોમાન્સ છે, પણ આ ખૂબ જ સુંદર અને સ્તરીય રીતે બતાવવામાં આવ્યું છે.

ખટ્ટર, નાયર દ્વારા નિર્દેશિત છ-ભાગના બીબીસીની સીરિઝ સાથે ટેલિવિઝન પર પદાર્પણ કરી રહ્યો છે. નાયરને સમીક્ષકો દ્વારા પ્રશંસિત 'સલામ બૉમેબે', 'મૉન્સૂન વેડિંગ' અને 'ધ નેમસેક' જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે હિટ ફિલ્મો માટે જાણીતા છે. સીરિઝમાં ઇશાન ખટ્ટરે એક નેતાના દીકરાનું પાત્ર ભજવ્યું છે.

 
 
 
View this post on Instagram

Episode 2 of 6 out in a few hours 🦚 only on bbcone and @bbciplayer (for now) #ASuitableBoy

A post shared by Ishaan (@ishaankhatter) onAug 2, 2020 at 6:34am PDT

ઇશાન ખટ્ટરે જણાવ્યું કે, "આ આજના સમયમાં પણ એક અસહજ સંબંધ છે. સ્ટોરીમાં એક અયોગ્ય રોમાન્સની વાત છે. તે એક મુસ્લિમ વેશ્યા છે, અને એક હિંદુ પરિવારના એક મંત્રીનો દીકરો છે જે લગભગ તેનાથી અડધી ઉંમરનો છે. આ માનના સામાજિક સ્તરથી ખૂબ જ નીચે જોવામાં આવ્યું, પણ આ એક ખૂબ જ સંબંધ છે."

ફિલ્મ 'ધડક' અભિનેતા અને શાહિદ કપૂરના નાના ભાઈએ કહ્યું કે માનનું પાત્ર ભજવવું તેના કરિઅરની સૌથી મહત્વની બાબત છે. ખટ્ટરે જણાવ્યું તે જ્યારે તેણે શૉના શૂટની શરૂઆત કરી, તો તેણે પોતાના પાત્રને સમજવા માટે નવલકથાના કેટલાક અંશ પણ વાંચ્યા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK