ઇશા અંબાણીનો આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટ સાથે બ્રંચ

Published: 12th February, 2020 12:16 IST | Mumbai Desk | Mumbai

ઇશા અંબાણીનો ગ્રેસ અને એલિગન્સ લોકોને હંમેશા પ્રભાવિત કરે છે, તાજેતરમાં જ કર્યો વિશ્વ પ્રસિદ્ધ આર્ટિસ્ટ સાથે બ્રંચ, વાઇરલ થઇ લુકની તસવીર

તસવીર સૌજન્ય - ઇન્સ્ટાગ્રામ નમ્રતા સોની
તસવીર સૌજન્ય - ઇન્સ્ટાગ્રામ નમ્રતા સોની

મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઇશા અંબાણી ધીમા અને મક્કમ પગલે લાઇમ લાઇટમાં આવી રહી છે. તેની સ્ટાઇલ હોય કે પછી રિલાયન્સની મોટી જાહેરાતો થાય ત્યારે પુરા આત્મવિશ્વાસથી તે વાત કરતી હોય. ઇશા અંબાણીમાં કુનેહ છે તે વર્તાઇ આવે છે. તેના પતિ આનંદ સાથેની તેની તસવીરો હોય કે પરિવાર સાથેની જુની તસવીરો હોય ઇશાની પોસ્ટ્સની પણ લોકોને ઇંતેજારી હોય છે. ઇશા અંબાણીની આર્ટ કલેક્શનમાં ભારે રસ છે અને બહુ ચિવટથી તે આર્ટ ક્ષેત્રની હિલચાલ નિહાળતી હોય છે.

 

 


તાજેતરમાં જ પહેલીવાર ભારતની મુલાકાતે આવેલા જાપાનિઝ આર્ટિસ્ટ તાકાશી મુરાકામી માટે ખાસ બ્રંચ હોસ્ટ કરનારી ઇશાની તસવીરો ઇન્ટરનેટ પર વાઇલ થઇ હતી. ઓરેન્જ યેલો જમ્પસુટમાં બ્રન્ચ માટે તૈયાર થયેલી ઇશા બહુ એલિગન્ટ લાગતી હતી. ઇશા આ તસવીરોમાં વિશ્વ પ્રસિદ્ધ આર્ટિસ્ટની સાથે ઉભી છે અને તેનું ફેમસ સ્મિત વેરી રહી છે. ઇશાની ઇન્ટરનેટ પ્રેઝન્સમાં લોકોને બહુ રસ પડે છે કારણકે તેનો ગ્રેસ તેમનાં દીલ જીતી લે છે.

 

 

અરમાન જૈનનાં લગ્નમાં સબ્યાસાચી મુખર્જીએ ડિઝાઇન કરેલી સાડી અને બ્રાલેટ સ્ટાઇલનું બ્લાઉઝ પહેરીને તૈયાર થયેલી ઇશા બહુ ઠાવકી લાગતી હતી. બહુ ભપકાદાર ન હોય છતાં ય ડ્રેસિંગ સાથે આબાદ મેળ ખાય તેવા ડાયમંડના ચોકર નેકપીસને તેણે આ સિક્વન્ડ સાડી સાથે પહેર્યો હતો. મેઇક-અપમાં ન્યુડ લિપસ્ટિક અને કોહલ આઇઝ તેને શોભાવતા હતા. 28 વર્ષની ઇશા મોટેભાગે તેનાં લાંબા વાળ વચ્ચે સેંથો રાખીને છુટા રાખતી હોય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK