કેટરિના કૈફની બહેન ઈઝાબેલ આ એક્ટર સાથે કરશે બોલીવુડમાં ડેબ્યૂ

Published: Aug 03, 2019, 13:48 IST | મુંબઈ ડેસ્ક

ઇઝાબેલે બોલીવુડ અભિનેતા સાથે ફિલ્મ સાઇન કરી લીધી છે.

કેટરિના કૈફની બહેન ઇઝાબેલ અને આયુષ શર્મા
કેટરિના કૈફની બહેન ઇઝાબેલ અને આયુષ શર્મા

બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફની બહેન ઇઝાબેલ કૈફ પણ ટૂંક સમયમાં જ કરણ બુતાનીની ફિલ્મ ક્વાથામાં પોતાનો ડેબ્યૂ કરવાની છે.

બોલીવુડની ટૉપ અભિનેત્રી કેટરિના કૈફ પછી હવે તેની બહેન ઇઝાબેલ કૈફ પણ પોતાની એક્ટિંગનો જલવો બતાવવા તૈયાર છે. કેટલાય દિવસોથી ચર્ચા હતી કે ઇઝાબેલ ટૂંક સમયમાં બોલીવુડમાં પોતાનો ડેબ્યૂ કરવાની છે, પણ કોઇ જ ચોક્કસ માહિતી સામે આવી નહીં. હવે કહેવામાં આવી રહ્યું છે કે ઇઝાબેલે બોલીવુડ અભિનેતા સાથે ફિલ્મ સાઇન કરી લીધી છે.

જણાવીએ કે ઇઝાબેલ અન્ય કોઇ સાથે નહીં પણ સલમાન ખાનના ચહિતા આયુષ શર્મા સાથે પોતાનો બોલીવુડ ડેબ્યૂ કરવાની છે. આયુષ આ પહેલા ફિલ્મ લવયાત્રીમાં જોવા મળ્યો હતો. જ્યારે ઇઝાબેલની આ પહેલી ફિલ્મ હશે અને આયુષની બીજી. સલમાન ખાન પ્રૉડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ લવયાત્રી બૉક્સ ઑફિસ પર ફ્લોપ પુરવાર થઈ હતી.

 
 
 
View this post on Instagram

Running out of CHEESY Captions .. Is photo ke liye aap hi suggest kar do

A post shared by Aayush Sharma (@aaysharma) onFeb 13, 2019 at 4:05am PST

ઇઝાબેલ અને આયુષને ફિલ્મ ક્વાથા માટે સાઇન કરવામાં આવ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન કરણ બુતાની કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત એક્શન ડ્રામા હોઇ શકે છે.

 
 
 
View this post on Instagram

Dreaming New Dreams @helenanthonyofficial

A post shared by Isabelle Kaif (@isakaif) onJan 23, 2019 at 9:51pm PST

જણાવીએ કે ક્વાથા, ભારત અને મ્યાનમાર વચ્ચે એક ગામડું છે, સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ મણિપુરમાં કરવામાં આવશે. ફિલ્મમાં આયુષ સેનાના મેજરની ભૂમિકામાં જોવા મળશે જેની માટે તે કેટલાય દિવસથી પોતાના ફિઝિક પર કામ કરી રહ્યો છે.

આ પણ વાંચો : Anjali Desai: આ બ્રિટિશ સિંગર છે મૂળ ગુજરાતી

ઇઝાબેલે પોતાની એક્ટિંગની શિક્ષા ન્યૂયોર્ક સિટીમાંથી લીધી છે. આ પહેલા પણ ઇઝાબેલ કેનેડિયન ફિલ્મ ડૉ કાર્બીમાં પોતાનો એક્ટિંગ ડેબ્યૂ કરી ચૂકી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK