આ એક્ટરને ડેટ કરી રહી છે પ્રિયા પ્રકાશ વૉરિયર ?

Updated: May 11, 2019, 13:04 IST

ફિલ્મી કરિઅરમાં ડેબ્યૂની સાથે માત્ર 15 સેકેન્ડના એક વીડિયોના કારણે પ્રિયા પ્રકાશ વૉરિયર રાતોરાત સ્ટાર બની ગઈ હતી. તેની પહેલી ફિલ્મ ઓરુ અદાર લવ મલયાલમ ફિલ્મના ટીઝર રિલીઝમાં પ્રિયા ક્લાસરુમમાં તેના ક્રશ પર વિન્ક કરતી જોવા મળી હતી

'વિન્ક ગર્લ' પ્રિયા પ્રકાશ વૉરિયર
'વિન્ક ગર્લ' પ્રિયા પ્રકાશ વૉરિયર

'વિન્ક ગર્લ' પ્રિયા પ્રકાશ વૉરિયર તેની ફિલ્મ ઓરુ અદાર લવ ફિલ્મ દરમિયાન રાતોરાત સેન્સેશન બની ગઈ હતી. તેના રાતો રાત ફિલ્મી સેન્સેશન બનવા પાછળનું કારણ હતું તેની વિન્ક કરવાની ક્યૂટ સ્ટાઈલ જેની પર લાખો લોકોના દિલ આવી ગયા હતા. વિન્ક ગર્લ પ્રિયા પ્રકાશ વૉરિયરનું નામ ઓરુ અદાર લવ ફિલ્મમાં તેના કો-એક્ટર રોશન અબ્દૂલ રહૂફ સાથે ચર્ચાઈ રહ્યું છે.

 

 
 
 
View this post on Instagram

🧸

A post shared by priya prakash varrier (@priya.p.varrier) onJan 25, 2019 at 4:53am PST

ફિલ્મી કરિઅરમાં ડેબ્યૂની સાથે માત્ર 15 સેકેન્ડના એક વીડિયોના કારણે પ્રિયા પ્રકાશ વૉરિયર રાતોરાત સ્ટાર બની ગઈ હતી. તેની પહેલી ફિલ્મ ઓરુ અદાર લવ મલયાલમ ફિલ્મના ટીઝર રિલીઝમાં પ્રિયા ક્લાસરુમમાં તેના ક્રશ પર વિન્ક કરતી જોવા મળી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભારે પસંદ કરવામાં આવ્યો હતો અને થોડા જ ટાઈમમાં રેકોર્ડ બ્રેક વ્યૂઝ મળ્યા હતા. આ વ્યૂઝના કારણે જ પ્રિયા પ્રકાશ વોરિયર ડાયરેકટર્સ માટે પહેલી પસંદ પણ બની છે.

આ પણ વાંચો: દરેક બાબત પર પોતાના વિચાર રજૂ કરવા મારા માટે જરૂરી નથી: તબુ

પ્રિયાએ એક ઈન્ટરવ્યૂમાં રોશન અબ્દૂલ રહૂફ સાથેના રિલેશન વિશે વાત કરતા કહ્યું હતું કે, તે અને રોશન પહેલી વાર ફિલ્મમાં કામ કરી રહ્યા છે અને અમે સરખી ઉમરના પણ છીએ. બન્નેની પહેલી ફિલ્મ હોવાના કારણે અમારી વાતો અમે એક બીજા સાથે શૅર કરવાનું પસંદ કરીએ છીએ. જેના કારણે અમને અમારી ભૂલો સમજાય છે અને અમે ઓનસ્ક્રીન કમ્ફર્ટેબલ રહીએ છીએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK