શું આ છે રણવીર સિંહનો કપિલ દેવ તરીકેનો લૂક?

મુંબઈ | Apr 30, 2019, 19:13 IST

રણવીર સિંહે પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેને લઈને ચર્ચા જાગી છે કે તે ફિલ્મ '83માં તેનો લૂક હોઈ શકે છે.

શું આ છે રણવીર સિંહનો કપિલ દેવ તરીકેનો લૂક?
તસવીર સૌજન્યઃ રણવીર સિંહ ઈન્ટાગ્રામ

કબીરના ખાનના ડાયરેક્શનમાં બનનારી ફિલ્મ '83માં રણવીર સિંહ કપિલ દેવના પાત્રમાં જોવા મળશે. ફિલ્મની કાસ્ટમાં રણવીર સિંહ સાથે, સુનિલ ગાવસ્કરના પાત્રમાં તાહિર રાજ ભસીન, મોહિન્દર અમરનાથના પાત્રમાં સાકિબ સલીમ, બલવિંદર સંધુના પાત્રમાં એમ્મી વિર્ક સહિતના જાણતી કલાકારો જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં હાર્દિ સંધૂ અને પંકજ ત્રિપાઠી પણ જોવા મળશે.

 
 
 
View this post on Instagram

रेट्रो

A post shared by Ranveer Singh (@ranveersingh) onApr 30, 2019 at 1:04am PDT


રણવીર સિંહ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર પોસ્ટ કરી છે. જેમાં તે મૂછો સાથે જોવા મળી રહ્યો છે. જેના કારણે ચર્ચા જાગી છે કે ક્યાંક આ તેનો કપિલ દેવ તરીકેનો લૂક તો નથી ને?

આ પણ વાંચોઃ સ્ટુડન્ટ ઑફ ધ યર 2નું હૂક અપ સોંગ રિલીઝ, આલિયાનો જોવા મળ્યો સિઝલિંગ અવતાર

સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાએ રણવીરની આ તસવીર પર કમેન્ટ કરી અને ઈશારો કર્યો કે કદાચ રણવીરનો '83નો લૂક હોઈ શકે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK