૧૫ વર્ષની દીકરીને હિરોઇન બનાવવાનું શ્રીદેવીનું સીક્રેટ મિશન

Published: 11th October, 2012 06:17 IST

મિડિયાની નજરથી દૂર જાહ્નવીને ઍક્ટ્રેસ બનવા માટે તાલીમ આપવામાં આવી રહી છે૧૫ વર્ષ પછી શ્રીદેવીએ બૉલીવુડમાં ‘ઇંગ્લિશ વિંગ્લિશ’થી પુનરાગમન કર્યું છે અને તેની આ ફિલ્મને સારી સફળતા મળવાને કારણે તે બહુ ખુશ છે. જોકે મળતી માહિતી પ્રમાણે શ્રીદેવીએ હવે પોતાની સાથે-સાથે પોતાની પંદર વર્ષની મોટી દીકરી જાહ્નવીની કરીઅર વિશે પણ ગંભીરતાથી વિચારવાનું શરૂ કરી દીધું છે જેના પગલે હાલમાં મિડિયાની નજરથી દૂર જાહ્નવીને ઍક્ટ્રેસ બનવા માટેની જરૂરી પાયાની ટ્રેઇનિંગ આપવાની શરૂઆત થઈ ગઈ છે.

શ્રીદેવીના આયોજન વિશે વાત કરતાં તેની નજીકની એક વ્યક્તિ કહે છે કે ‘જાહ્નવીને હિરોઇન બનાવવા માટેની તૈયારી ચાલી રહી છે. તાજેતરમાં ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ના પ્રીમિયરમાં આવેલી જાહ્નવીએ બધાનું પોતાની તરફ ધ્યાન ખેંચ્યું હતું. તેણે ફોટોગ્રાફરો સામે ફોટો પડાવતી વખતે કૉન્ફિડન્સ દર્શાવ્યો હતો. એક પંદર વર્ષની છોકરી આટલોબધો કૉન્ફિડન્સ ધરાવતી હોય એ મોટી વાત છે.’

શ્રીદેવી અને પતિ બોની કપૂરે હંમેશાં જાહેરમાં એવી સ્પષ્ટતા કરી છે કે જાહ્નવીએ હજી ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય નથી લીધો. જોકે પરિવારની નજીકની વ્યક્તિઓને લાગે છે કે જાહ્નવી ફિલ્મોમાં જ કામ કરશે અને એટલે જ શ્રીદેવીએ એ માટેની જરૂરી તાલીમ પણ આપવા માંડી છે. જાહ્નવી નિયમિત રીતે ડાન્સ-ક્લાસમાં અને જિમમાં વર્કઆઉટ માટે જાય છે અને આ રીતે તેની તાલીમની શરૂઆત કરવામાં આવી છે. શ્રીદેવી પોતે બહુ નાની ઉંમરે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવી હતી અને તેણે ટીનેજમાં તો વયસ્ક યુવતીના રોલ કરવા માંડ્યા હતા. લાગે છે કે જાહ્નવીએ પણ પોતાની મમ્મીના પગલે ચાલવાનો નિર્ણય લીધો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK