શું નાના બનવાના છે અનિલ કપૂર, સોનમની આ તસવીરમાં દેખાય છે બેબી બમ્પ?

Published: Mar 21, 2020, 19:35 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

તેની કેટલીક લેટેસ્ટ તસવીરોમાં પણ બેબી બમ્પ દેખાવાની વાત કહેવામાં આવી રહી છે.

તસવીર સૌજન્ય: સોનમ કપૂર ઇન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: સોનમ કપૂર ઇન્સ્ટાગ્રામ

અનિલ કપૂરની દીકરી અને બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર તાજેતરમાં જ લંડનથી પાછી આવી છે, કોરોના વાયરસથી સુરક્ષિત છે અને પતિ સાથે હોમ ક્વૉરંટાઇનમાં છે. તો આ દરમિયાન સોનમને લઈને તાજેતરમાં જ એક જબરજસ્ત સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સોનમ કપૂરના પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર છે. આની સાથે જ તેની કેટલીક લેટેસ્ટ તસવીરોમાં પણ બેબી બમ્પ દેખાવાની વાત કહેવામાં આવી રહી છે. જો કે, સોનમ કપૂરે પોતાની પ્રેગ્નેન્સીને લઈને કોઇ જાહેરાત કરી નથી. એવામાં આ સમાચારની કોઇ પુષ્ટિ કરી શકાઇ નથી.

સોનમ કપૂરને લઈને સોશિયલ મીડિયા પર કેટલાય પ્રકારની વાતો થઈ રહી છે. તાજેતરમાં જ સ્પૉટબૉયની એક રિપોર્ટમાં સોનમ કપૂરનો બેબી બમ્પ દેખાવાનો દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં સોનમ કપૂરની કેટલીક લેટેસ્ટ તસવીરો શૅર કરવામાં આવી છે. જેમાં તે સફેદ કલરના નાઇટવેરમાં દેખાય છે. ઢીલા આ આઉટફિટમાં સોનમ કપૂરને પ્રેગ્નેન્ટ કહેવામાં આવે છે.

 
 
 
View this post on Instagram

Here’s how #SonamKapoorAhuja is maintaining contact with her mother-in-law #PriyaAhuja during self quarantine.

A post shared by Filmfare (@filmfare) onMar 19, 2020 at 2:13am PDT

ઉલ્લેખનીય છે કે આ તસવીરો તે વીડિયોમાંથી લેવામાં આવી છે જે તાજેતરમાં જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે હોમ ક્વૉરન્ટાઇનના સમય દરમિયાન સોનમ કપૂર પોતાના રૂમના કાચને બંધ કરી નીચે ઉભેલા સાસૂમા સાથે વાતો કરતી દેખાય છે. સ્પૉટબૉયની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સોનમ કપૂરના પ્રેગ્નેન્ટ હોવાનો અંદાજો આ વાતથી વધતો જાય છે કે સોનમ ભારતમાં હોવા છતાં છેલ્લા ઘમાં દિવસથી લૉ પ્રૉફાઇળ દેખાઇ રહી છે. તે લાઇમ લાઇટથી દૂર છે અને તેણે તાજેતરમાં જ એક એવૉર્ડ ફંક્શન પણ મિસ કર્યો છે.

જો આ બધી વાતો સાચી છે તો ટૂંક સમયમાં જ અનિલ કપૂર નાના બની શકે છે. જો કે, અત્યાર સુદી આ વિશે કપૂર અને આહૂજા ફેમિલીમાંથી કોઇપણ આ વિશે વાત કરતાં દેખાયું નથી. વર્કફ્રન્ટની વાત કરતાં સોનમ કપૂર છેલ્લે ઝોયા અખ્તરની ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં ગર્લગેંગ સાથે જોવા મળી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK