Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ વચ્ચે આખરે શું ચાલી રહ્યું છે?

અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ વચ્ચે આખરે શું ચાલી રહ્યું છે?

29 June, 2019 02:13 PM IST | મુંબઈ

અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ વચ્ચે આખરે શું ચાલી રહ્યું છે?

મિત્ર સાથે અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ

મિત્ર સાથે અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ


અભિનેત્રી અથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ માત્ર સારા મિત્રો કરતા કાંઈક વધારે છે. કહેવામાં આવે છે કે તેઓ સારા મિત્રોના માધ્યમથી આ વર્ષે મળ્યા હતા અને બંનેને સારું જામી ગયું. રાહુલ અત્યારે ક્રિકેટ વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં રમી રહ્યા છે પરંતુ તેઓ તેમના સંબંધોને બહાર નથી લાવવા માંગતા.

જો કે બંનેના મિત્ર આકાંક્ષા રંજન કપૂર સાથેના ફોટોસ વાયરલ થઈ રહ્યા છે. કેએલ રાહુલ કોફી વિથ કરણમાં તેમણે આપેલા નિવેદનથી ચર્ચામાં આવ્યા હતા. આ પહેલા કેએલ રાહુલનું નામ નિધિ અગ્રવાલ સામે જોડાયું હતું. તેઓ બાન્દ્રાના કાર્ટર રોડ પરના એક કાફેમાં જોવા મળ્યા હતા.

અથિયા શેટ્ટીએ સલમાન ખાનની 2015માં આવેલી ફિલ્મ હીરોથી પોતાની કારકીર્દિની શરૂઆત કરી હતી. તેની સાથે સૂરજ પંચોલી જોવા મળ્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં સલમાન ખાને કહ્યું હતું કે તેમને 25 વર્ષ પહેલા ઑફર થઈ હતી, પરંતુ તેની પાસે તારીખો ન હોવાથી તે ફિલ્મ નહોતી કરી શક્યો. બાદમાં તે સૂરજ પંચોલીને લૉન્ચ કરવા માંગતા હતા ત્યારે તેમને આ સ્ક્રિપ્ટ યાદ આવી.

આ ફિલ્મ બોક્સ ઑફિસ પર એટલી નહોતી ચાલી જો કે ગીતોએ સારું પર્ફોર્મ કર્યું હતું. જે બાદ તે અર્જુન કપૂરની મુબારકાંમાં 2017માં જોવા મળી હતી. તે કેટલીક હાઈ-એન્ડ પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરી રહી છે અને બોલીવુડના મોટા માથાઓ સાથે પાર્ટીઝ કરી રહી છે.એ સિવાય તે નવાઝુદ્દી સિદ્દીકી સાથેની ફિલ્મ મોતીચૂર ચકનાચૂરમાં જોવા મળશે. સુનિલ શેટ્ટીએ કહ્યું કે તેની પાસે ઘણી સારી ફિલ્મોની ઑફર્સ આવી રહી છે પરંતુ તેને ક્વૉલિટી વર્ક કરવું છે.

સુનિલ શેટ્ટીએ કહ્યું કે, "તે કોઈપણ એવું નથી કરવા માંગતી જે વિવાદસ્પદ હોય. તેની પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ પણ સારી ચાલી રહી છે. તેની આગામી ફિલ્મ રસપ્રદ છે. તે એક્ટર અને તેમના ટેલેન્ટ વિશે વાત કરે છે."

આ પણ વાંચોઃ ક્રિકેટર યુવરાજનું વેબ સીરિઝમાં ડેબ્યૂ, ધ ઑફિસમાં મળશે જોવા



બસ આપણે તો હવે રાહ જોવાની રહી કે ક્યારે અથિયા અને રાહુલ તેમના સંબંધોની આધિકારીક રીતે જાહેરાત કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2019 02:13 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK