શું આ ગુજરાતી અભિનેત્રીને બિગ બોસ-13 માટે મળી રહી છે સૌથી વધુ ફી?

Published: Sep 27, 2019, 16:29 IST | મુંબઈ

રશ્મિ દેસાઈ બિગ બોસ 13માં જોવા મળનારી છે. ચર્ચા તો એવી છે કે રશ્મિને બિગ બોસમાં આવવા માટે સૌથી વધુ ફી મળી રહી છે.

રશ્મિ દેસાઈ
રશ્મિ દેસાઈ

બિગ બોસ 13 ઓન એર થવાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તેને લઈને ચર્ચાઓ પણ ઘણી થઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી તેના પ્રતિસ્પર્ધીઓને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે.

રશ્મિ દેસાઈને લઈને જે અહેવાલો અને અફવાઓ સામે આવી રહી છે, તે પ્રમાણે તે પોતાના કહેવાતા બોયફ્રેન્ડ અરહાન ખાન સાથે જોવા મળી શકે છે. સાથે બીજું પણ કાંઈક રસપ્રદ સામે આવી રહ્યું છે કે, બિગ બોસમાં ભાગ લેવા માટે તેને તગડી રકમ મળી રહી છે.


પિંકવિલા સાથે વાત કરતા, શો સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું કે, રશ્મિને આ શો માટે 1 કરોડ 20 લાખ જેટલી રકમ આપવામાં આવી છે. અભિનેત્રીની લોકપ્રિયતાને જોતા મેકર્સ તેનો લાભ ઉઠાવવા માંગે છે. અને રશ્મિ પણ શોમાં આવવા માટે આતુર છે.

રશ્મિ શોના પહેલા અઠવાડિયામાં જોવા મળશે. જ્યારે અર્હાન એક અઠવાડિયા બાદ ઘરમાં આવશે. અહેવાલો તો એવા પણ છે કે રશ્મિ અને અર્હાનના બિગ બોસના ઘરમાં લગ્ન થશે. જેમાં રશ્મિના કઝિન્સ અને મિત્રો તેના લગ્નના સાક્ષી બનશે.


નાના પડદા પર શો આવે તે પહેલા જ શોના પ્રતિસ્પર્ધીઓના નામ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. હાલમાં જ શોનો એક નવો પ્રોમો રીલિઝ થયો હતો. જેમાં શો ના વધુ બે પ્રતિસ્પર્ધીઓના નામ સામે આવ્યા છે. જે નામ દેવોલીના ભટ્ટાચાર્યજી અને સિદ્ધાર્થ શુક્લા છે.

આ પણ જુઓઃ જાણો કેવી રીતે આપણા આ સેલેબ્સ કરવાના છે નવરાત્રીની ઉજવણી....

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK