શું પ્રિયંકા ચોપરા છે પ્રેગનન્ટ ? ફ્રેન્ડે આપી હિન્ટ !

મુંબઈ | May 18, 2019, 20:30 IST

પ્રિયંકાના કેટલાક ફોટોઝે ફેન્સને વિચારતા કરી મૂક્યા છે. પ્રિંયંકાના ફોટો જોઈને તે પ્રેગનન્ટ હોવાના ક્યાસ લગાવાઈ રહ્યા છે. પ્રિયંકા ચોપરeના ફેન્સ પણ સોશિયલ મીડિયા પર આ સવાલ કરી રહ્યા છે

શું પ્રિયંકા ચોપરા છે પ્રેગનન્ટ ? ફ્રેન્ડે આપી હિન્ટ !

અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ ફ્રાંસના Cannes Film Festival 2019મા પોતાનો જલવો દેખાડી રહી છે. કાન્સના રેડ કાર્પેટ પરથી રોજ એક્ટ્રેસના નવા લૂક સામે આવી રહ્યા છે. જો કે પ્રિયંકાના કેટલાક ફોટોઝે ફેન્સને વિચારતા કરી મૂક્યા છે. પ્રિંયંકાના ફોટો જોઈને તે પ્રેગનન્ટ હોવાના ક્યાસ લગાવાઈ રહ્યા છે. પ્રિયંકા ચોપરeના ફેન્સ પણ સોશિયલ મીડિયા પર આ સવાલ કરી રહ્યા છે. તો પ્રિયંકાની ફ્રેન્ડ હોલીવુડ એક્ટ્રેસ ઓક્ટાવિયા સ્પેન્સની કમેન્ટને કારણે આ ચર્ચા વધુ જોર પકડી રહી છે.

priyanka chopra pregnant

પ્રિયંકા ચોપડાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર અમેરિકન એક્ટ્રેસ ઓક્ટાવિયા સ્પેન્સરે લખ્યું છે,'Stunning Mamacita' જેનો અંગ્રેજી અર્થ થાય છે હોટ મોમ. ઉલ્લેખનીય છે કે ઓક્ટાવિયા સ્પેન્સર પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ 'A Kid Like Jake'ની પ્રમોશનલ ઈવેન્ટમાં પણ દેખાઈ હતી. બંને ખૂબ સારા મિત્રો છે. ઓક્ટાવિયા સ્પેન્સરની પ્રિયંકા ચોપરાના ફોટો પરની કમેન્ટથી પ્રિયંકાની પ્રેગનન્સીની ચર્ચાઓે વેગ મળ્યો છે. જો કે આ મામલે સ્પષ્ટતા તો પ્રિયંકા ચોપરા કે પછી નિક જોનસ જ કરી શકે છે.

 

 
 
 
View this post on Instagram

Day time.. play time. #Cannes2019

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onMay 17, 2019 at 9:30am PDT

આ કપલને સાથેને સાથે જ જોઈને ફેન્સનું માનવું છે કે પ્રેગનન્સી અંગે બંને ઝડપથી કોઈ સત્તાવાર જાહેરાત કરી શકે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા હાલ 'ધ સ્કાય ઈઝ પિંક'માં દેખાશે. આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ લીડ રોલમાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK