શું 'સાહો' દ્વારા પ્રભાસ કરશે એક્શન ફિલ્મ ફ્રેન્ચાઈઝીની શરૂઆત ?

Published: Aug 13, 2019, 15:49 IST | મુંબઈ

બાહુબલી સ્ટાર પ્રભાસની અપકમિંગ ફિલ્મ સાહોનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. ટ્રેલરમાં દેખાયેલી ફિલ્મની એક્શન સિકવન્સ લોકોને ખૂબ જ ગમી છે.

બાહુબલી સ્ટાર પ્રભાસની અપકમિંગ ફિલ્મ સાહોનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. ટ્રેલરમાં દેખાયેલી ફિલ્મની એક્શન સિકવન્સ લોકોને ખૂબ જ ગમી છે. ટીઝર અને ટ્રેલરને ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યા બાદ હવે દર્શકો ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. 

અદભૂત વિઝ્યુઅલ્સ, સુંદર દ્રશ્યો અને દમદાર એક્શનથી ભરપૂર 'સાહો' એ બિગબજેટ ફિલ્મ છે. એટલું જ નહીં ધૂમ બાદ તે ભારતની સૌથી મોટી એક્શન ફિલ્મ છે. વર્ષ 2004માં રિલીઝ થયેલી ધૂમ તે સમયની બ્લોક બસ્ટર એક્શન ફિલ્મ હતી, જેની બે સિક્વલ પણ બની ચૂકી છે. જો કે હવે સાહોને ભારતની સૌથી મોટી એક્શન ફિલ્મ માનવામાં આવી રહી છે. ત્યારે ક્યાસ લગાવાઈ રહ્યા છે કે પ્રભાસ સાહો સાથે એક્સન ફિલ્મ ફ્રેન્ચાઈઝીની શરૂઆ કરી શકે છે.

ફિલ્મના ટીઝર અને ટ્રેલરમાં એક્શનની ઝલક જોયા બાદ એ કહેવું ખોટું નથી કે સાહોની રિલીઝ સાથે સાહોની દુનિયામાં પ્રવેશ કરવા તૈયાર થઈ જાવ. રસપ્રદ વાત એ છે કે હિન્દી, તમિલ અને તુલુગુમાં રિલીઝ થનારી આ ફિલ્મને એક પણ ભાષામાં ડબ કરવામાં નથી આવી. પરંતુ ફિલ્મને ત્રણેય ભાષામાં શૂટ કરવામાં આવી છે.

મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક સાહોમાં સુપરસ્ટાર પ્રભાસ જબરજસ્ત એક્શન સિક્વન્સ કરતા દેખાશે. બોલીવુડની એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે પણ આ ફિલ્મ માટે ખાસ તેલુગુ ભાષા શીખી છે. સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સાથે નીલ નીતિન મુકેશ, જૅકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે, અરુણ વિજય અને મુરલી શર્મા દેખાશે.

સાહો એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેને ટી સીરીઝ પ્રસ્તુત કરી રહ્યું છે. તો યુવી ક્રિએશન્સ દ્વારા પ્રોડ્યુસ્ડ આ ફિલ્મને સુજીતે ડિરેક્ટ કરી છે. સાહો 39 ઓગસ્ટે રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK