સુપરસ્ટાર પ્રભાસના લગ્નને લઈને આવી મોટી ખબર,'જાન'ની રિલીઝ બાદ કરશે લગ્ન

Published: Dec 27, 2019, 19:37 IST | Mumbai Desk

આ ફિલ્મ બાદ પ્રભાસ બોલીવુડમાં રાતોરાત સ્ટાર બની ગયો.

ફિલ્મ બાહબલીથી સુપરસ્ટાર બનેલા પ્રભાસ સાથે દરેક છોકરી લગ્ન કરવા માગે છે. તે દરેક છોકરીનો ડ્રીમ બૉય છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગ્ન કરવા માટે ઉત્સુક છોકરીઓની લિસ્ટમાં સૌથી મોખરે છે. હવે જો ચર્ચાઓની માનીએ તો બાહુબલી: ધ બિગનિંગની રિલીઝ પછી 6000થી વધારે લગ્નના ઑફર આવ્યા હતા, જે તેની ત્યારની સૌથી સુપરહિટ ફિલ્મ સાબિત હતી. આ ફિલ્મ બાદ પ્રભાસ બોલીવુડમાં રાતોરાત સ્ટાર બની ગયો.

બાહુબલી ફક્ત ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની, બલ્કિ આ ફક્ત 3 દિવસમાં કમાણીના બધાં રેકૉર્ડ્સ તોડી દીધા હતા. હવે તેના લગ્નના સમાચાર ફરી એકવાર ચર્ચામાં છે કારણકે પ્રભાસના આંટીએ આ બાબતે મૌન તોડતા પોતાનો મત રજૂ કર્યો છે. એક તેલુગુ સમાચાર પોર્ટલ પર્માણે પ્રભાસના કાકીએ કહ્યું કે તે બદા પ્રભાસના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ફિલ્મ 'જાન'ની રિલીઝ બાદ લગ્ન કરી શકે છે. આ ફિલ્મ જાન્યુઆરી 2020માં રિલીઝ થવાની આશા છે.

પ્રભાસના આંટીએ તેલુગુ વેબસાઇટને કહ્યું કે, "અમે પ્રભાસના લગ્નની આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ. અમે તેના લગ્ન અને દુલ્હન પર આવતી નૉન-સ્ટૉપ અફવાઓ વિશે વિચારીને હસીએ છીએ. અમારો બહુ મોટો પરિવાર છે અને અમે યોગ્ય છોકરીની શોધમાં છીએ જે અમારી સાથે ભળી જાય." પ્રભાસનું નામ ઘણીવાર બાહુબલીની કૉ-એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથે જોડવામાં આવે છે પણ વારંવાર બાહુબલીએ આ સમાચારને નકારી દીધા છે.

આ પણ વાંચો : ઉર્વશી ઉપાધ્યાયઃ ઓનસ્ક્રીન સાડીમાં દેખાતા અભિનેત્રીનો આવો છે ઓફસ્ક્રીન અંદાજ

પ્રભાસ સાથે લગ્ન વિશે ઘણીવાર પૂછવામાં આવ્યું છે પણ પ્રભાસે ક્યારેય આ વિશે વાત નથી કરી પણ હવે તેની કાકી શ્યામલા દેવીએ મોરચો સંભાળ્યો છે અને પ્રભાસના લગ્નને લઈને તેમણે ખુલાસો કર્યો છે. પ્રભાસ છેલ્લીવાર શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ સાહોમાં જોવા મળ્યો હતો. તે ટૂંક સમયમાં જ તેની આગામી ફિલ્મ 'જાન'માં દેખાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK