Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિકી કૌશલનું ગર્લફ્રેન્ડ હર્લીન સાથેના બ્રેકઅપ પાછળનું કારણ કૅટરિના?

વિકી કૌશલનું ગર્લફ્રેન્ડ હર્લીન સાથેના બ્રેકઅપ પાછળનું કારણ કૅટરિના?

18 March, 2019 11:56 AM IST |

વિકી કૌશલનું ગર્લફ્રેન્ડ હર્લીન સાથેના બ્રેકઅપ પાછળનું કારણ કૅટરિના?

વિક્કી કૌશલ

વિક્કી કૌશલ


વિકી કૌશલની ગર્લફ્રેન્ડ હર્લીન સેઠી સાથેની રિલેશનશિપનો અંત આવી ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે. વિકી હાલમાં તેની ફિલ્મોને લઈને ખૂબ જ ચર્ચામાં છે તેમ જ તેણે ‘કૉફી વિથ કરણ’માં પણ કબૂલ્યું હતું કે તે હાલમાં રિલેશનશિપમાં છે અને તે ખૂબ જ સિરિયસ છે. ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની સફળતા બાદ વિકી અને હર્લીન બન્નેએ એકસરખા ટી-શર્ટ પહેરીને ઇન્સ્ટાગ્રામ પર ફોટો પણ શૅર કર્યો હતો. જોકે તેની રિલેશનશિપનો અંત આવી ગયો હોવાની ચર્ચા છે. તેમની રિલેશનશિપનું અંત આવવાનું કારણ કૅટરિના કૈફ હોવાનું કહેવાઈ રહ્યું છે. કૅટરિનાએ ‘કૉફી વિથ કરણ’માં કહ્યું હતું કે તેની જોડી વિકી કૌશલ સાથે ખૂબ જ સારી દેખાશે.

આ પણ વાંચોઃ વિકી કૌશલે મમ્મીની કઈ ઇચ્છા પૂરી કરી?



ત્યાર બાદ તેમની વચ્ચે નિકટતા વધી રહી હોવાનું ચર્ચામાં છે. હર્લીને ઇન્સ્ટાગ્રામ પર વિકીને અનફૉલો પણ કરી દીધો છે. જોકે વિકી હજી પણ તેને ફૉલો કરી રહ્યો છે. તેમનું ખરેખર બ્રેકઅપ થયું કે તેમની ફિલ્મ આવી રહી હોવાથી પબ્લિસિટી સ્ટન્ટ છે એ તો સમય જ કહેશે.


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2019 11:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK