શું હિના ખાન છે એકતા કપૂરની નવી નાગિન?

Updated: Jun 09, 2019, 16:41 IST | મુંબઈ

એકતા કપૂર માટે હવે હિના ખાન બની શકે છે નાગિન. નાગિન-4માં નજર આવી શકે છે.

શું હિના ખાન છે નવી નાગિન?
શું હિના ખાન છે નવી નાગિન?

ટીવીનો સૌથી ચર્ચિત શો નાગિન જલ્દી જ પોતાની ચોથી સિઝન સાથે પાછો આવી શકે છે. આ સીઝનમાં એકતા કપૂર કોઈ નવા ચહેરા સાથે આવશે તેવી ચર્ચા છે. એવામાં હિના ખાનના નામનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

હિના ખાને તાજેતરમાં જ એકતા કપૂરનો શો કસૌટી ઝિંદગી કી-2 છોડ્યો હતો. હિનાની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે. નાના પડદાથી પોતાની કરિઅરની શરૂઆત કરનાર હિના બોલીવુડથી લઈને કાન્સ સુધી પહોંચી ચુકી છે. કસૌટી ઝિંદગી કીમાં તેના કોમોલિકાના કિરદારને ખૂબ જ પ્રશંસા મળી હતી. અને હવે અહેવાલો આવી રહ્યા છે કે તે એકતા કપૂરના વધુ એક શોનો ભાગ બની શકે છે.

કલર્સ પર પ્રસારિત થતો નાગિન શો પોતાની ચોથી સિઝન સાથે વાપસી કરી રહ્યો છે. આ સીઝનમાં એકતા કોઈ નવા ચહેરાને લઈને આવશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નવો ચહેરો હિના ખાન છે. નાગિન 4ને લઈને એકતા કપૂર અને હિના ખાનની અનેક વાર મીટિંગ્સ થઈ ચુકી છે. પરંતુ હજી સુધી ઑફિશિયલ જાહેરાત નથી કરવામાં આવી.

 
 
 
View this post on Instagram

Candid but real.. she only knows how to make people smile.. Shine on @ektaravikapoor Happy Birthday 🥳

A post shared by Hina Khan (@realhinakhan) onJun 7, 2019 at 3:36am PDT


નાગિન-4નો પ્રોમો રિલીઝ થઈ ચુક્યો છે. જેમાં લીડ એક્ટ્રેસનો ચહેરો નથી બતાવવામાં આવ્યો. ત્યાં જ હિના ખાનને લઈને કહેવામાં આવી રહ્યું છે કે હવે તે કોઈ એવું સીરિયલ કરશે, જેમાં તેને કાંઈક નવું કરવાનો મોકો મળશે.

આ પણ વાંચોઃ દિવ્યાંગથી અભિષેક જૈન સુધીઃઆ ગુજરાતીઓ તૈયાર છે બોલીવુડમાં ધમાલ મચાવવા માટે

હિના ખાન હાલ પોતાના અપકમિંગ શોમાં બિઝી છે. હિના જલ્દી જ ફિલ્મ લાઈન્સ અને વિશલિસ્ટમાં દેખાશે. આ સાથે જ હિનાનો એક મ્યૂઝિક વીડિયો પણ પાઈપલાઈનમાં છે. તે અરિજીત સિંહના અપકમિંગ મ્યૂઝિક વીડિયો રાંઝણામાં નજર આવશે. જેમાં બિગ બૉસ ફેમ પ્રિયાંક શર્મા પણ જોવા મળશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK