કિયારા અડવાણીએ વરુણ ધવન અને ભૂમિ પેડણેકરની ફિલ્મને પાડી ના? જાણો વિગતો

Published: Dec 28, 2019, 19:20 IST | Mumbai Desk

વરુણ ધવન શશાંક ખેતાન સાથે પહેલા હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા અને બદ્રીનાથ કી દુલ્હનિયામાં કામ કરી ચૂક્યો છે. તે વરુણની શશાંક સાથે ત્રીજી ફિલ્મ હોત.

ફિલ્મ અભિનેત્રી કિયારા અડવાણીએ વરુણ ધવન અને ભૂમિ પેડણેકરની ફિલ્મ મિસ્ટર. લેલેમાં કામ કરવાની ના પાડી દીધી છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. તાજેતરમાં જ સમાચાર મળ્યા હતા કે ફિલ્મ નિર્દેશક શશાંક ખેતાન, વરુણ ધવન, ભૂમિ પેડણેકર અને કિયારા અડવાણીને લઈને એક કૉમેડી ફિલ્મ બનાવવાના છે. વરુણ ધવન શશાંક ખેતાન સાથે પહેલા હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા અને બદ્રીનાથ કી દુલ્હનિયામાં કામ કરી ચૂક્યો છે. તે વરુણની શશાંક સાથે ત્રીજી ફિલ્મ હોત.

આ પણ કહેવામાં આવી રહ્યું હતું કે ફિલ્મનું ટેમ્પરરી ટાઇટલ શ્રી. લેલે છે પણ એવું લાગે છે કે ચાહકોને વરુણ અને કિયારાને એક સાથે મોટા પડદા પર જોવા માટે વધારે રાહ જોવી પડશે. ફિલ્મ કલંકમાં કિયારા અને વરુણ એક કેમિયો કરતાં દેખાયા હતા. તેના પછી બન્ને આ ફિલ્મમાં કામ કરવાના હતા. હવે કહેવામાં આવી રહ્યું છે કે કિયારાએ ફિલ્મને ના પાડી દીધી છે.

તેના પાછળનું કારણે એ છે કે તેની પાસે પાઇપલાઇનમાં ઘણાં બધાં પ્રૉજેક્ટ્સ છે અને આ કારણે તેની પાસે કોઇ ડેટ બચતી નથી. કેટલીય સ્ક્રિપ્ટ તેની પાસે આવી રહી છે પણ ડેટ્સને કારણે તેને ફિલ્મ છોડવી પડી રહી છે. હવે જોવાનું એ હશે કે કિયારાની જગ્યા કઈ એક્ટ્રેસને લેવામાં આવશે. કિયારા અડવાણી તાજેતરમાં જ ફિલ્મ ગુડ ન્યૂઝમાં જોવા મળી હતી. આ ફિલ્મ 27 ડિસેમ્બરના રિલીઝ થઈ છે. કિયારા અડવાણી પાસે આ હાલ ચાર ફિલ્મો છે. જેમાં 'ઇંદું કી જવાની', 'શેરશાહ', 'ભૂલ-ભુલૈયા 2', અને 'લક્ષ્મીબાઈ બમ' સામેલ છે.

 
 
 
View this post on Instagram

Merry Christamsssss❤️🥰🤗🥳🎅🏽🎅🏽🤩💥💕

A post shared by KIARA (@kiaraaliaadvani) onDec 24, 2019 at 9:05pm PST

આ પણ વાંચો : આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી

કિયારા અડવાણીની ફિલ્મ ગુડ ન્યૂધમાં તેના સિવાય અક્ષય કુમાર, કરીના કપૂર અને દિલજીત દોસાંઝની મુખ્ય ભૂમિકા છે. બધાંને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મે પોતાની રિલીઝના પહેલા દિવસે બૉક્સ ઑફિસ પર બંપર ઓપનિંગ પણ લીધી છે. જો કે, આ ફિલ્મને લઈને કર્ણાટકમાં એક જનહિત યાટિકા પણ દાખલ કરવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK