વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્નના સમાચારો સોશિયલ મીડિયા પર એકદમ વાઈરલ થઈ રહ્યા છે. હવે 2021માં મૌની રોયના પણ લગ્ન થઈ શકે છે, જે હાલ તેની બહેન, જીજા અને બાળકો સાથે દુબઈમાં સમય પસાર કરી રહી છે. મૌનીનું અફેર દુબઈના બેન્કર સૂરજ નામ્બિયાર સાથે થવાની વાત કહેવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બન્ને જલદી લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.
મૌની રોયે પોતાના જીવનના સાથે જોડાયેલી ઘણી રસપ્રદ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે. તેણે સૂરજ સાથેના પોતાના સંબંધોને પણ જાહેર કર્યા છે. તેમણે પોતાની અને સૂરજના પરિવાર સાથેની તસવીરો પણ શૅર કરી છે. તેણે સૂરજના માતા-પિતાને પોતાના માતા-પિતા પણ ગણાવ્યા હતા. હવે મૌન રોય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે બન્ને જલદી લગ્ન કરી શકે છે. એની પાછળનું કારણ એ છે કે મૌની રોય સૂરજના માતા-પિતા એકદમ ભળી ગઈ છે.
ઑગસ્ટ 2020માં મૌની રોયે ઘણી તસવીરો શૅર કરી હતી. દુબઈમાં તેઓ સૂરજના અપાર્ટમેન્ટમાં રહે છે. મૌની રોયે સૂરજ સાથેના તેના સંબંધ વિશે અત્યાર સુધી કઈ પણ કહ્યું નથી. જોકે તે હંમેશા તેના મિત્રો અને પરિવાર સાથે નજર આવે છે. મૌની જલદી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં વિલનની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ પહેલા તે દેવો કે દેવ મહાદેવ સીરિયલમાં પાર્વતીના રોલમાં જોવા મળી હતી. તેમની સાથે મોહિત રૈના પણ જોવા મળ્યા હતા, તેમણે મહાદેવનો રોલ પ્લે કર્યો હતો. આની પહેલા મૌની મોહિત રૈનાને ડેટ કરી રહી હતી. જોકે બાદ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું.
મૌનીની તાજેતકની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તે હુપ્સની શૂટિંગ કરી રહી છે. તેની વીડિયોગ્રાફી સૂરજે કરી છે. પોસ્ટમાં મૌનીને એક અવાજ સતત ચિયર્સ કરી રહી છે. આ અવાજ બીજો કોઈનો નહીં પરંતુ એના બૉયફ્રેન્ડ સૂરજનો છે. બધાને લાગે છે કે આ વીડિયો સૂરજે રેકોર્ડ કર્યો છે. મૌની બૉલીવુડ અભિનેત્રી છે અને તેણે ઘણી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂકી છે.