શું લગ્ન કરવાના હતા તમન્ના ભાટિયા અને ક્રિકેટર અબ્દુલ રઝાક? આ છે હકીકત

Published: May 05, 2020, 18:56 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

તમન્ના ભાટિયા અને અબ્દુલ રઝાકની તસવીર વાઈરલ થઈ ગઈ હતી, જેમા બન્ને એક જ્વેલરી શૉપમાં હાથમાં જ્વેલરી લેતા દેખાઈ રહ્યા હતા. ફોટોની સાથે એ પણ સાંભળવા મળી રહ્યું હતું કે બન્ને લગ્ન કરવાના છે

તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયા

બૉલીવુડ સેલેબ્સની પર્સનલ લાઈફ વિશે લોકો ઘણું જાણવા ઈચ્છે છે અને સાથે જ એમની ડેટિંગ, રિલેશનશિપના સમાચાર પણ ઘણા વાઈરલ થતા હોય છે. એવું જ એકવાર તમન્ના ભાટિયા અને પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક સાથે થયું હતું. થોડા સમય પહેલા તમન્ના ભાટિયા અને અબ્દુલ રઝાકની તસવીર વાઈરલ થઈ ગઈ હતી, જેમા બન્ને એક જ્વેલરી શૉપમાં હાથમાં જ્વેલરી લેતા દેખાઈ રહ્યા હતા. ફોટોની સાથે એ પણ સાંભળવા મળી રહ્યું હતું કે બન્ને લગ્ન કરવાના છે. જોકે તમન્ના ભાટિયાએ આ સમાચાર ખોટા ગણાવ્યા હતા અને ફોટોની હકીકત પણ જણાવી હતી.

tamannah

તમન્નાઓ એક ઈન્ટરવ્યૂમાં આ સમાચારને ખોટા ગણાવ્યા હતા અને અબ્દુલ રઝાક વિશે કહ્યું હતું કે, તેઓ એક એક્ટર હતા, એક ક્રિકેટર હતા અને હવે તેઓ એક ડૉક્ટર છે. આ અફવાઓથી એવું લાગે છે કે હું હસબન્ડ સાથે શોપિંગનો આનંદ માણી રહી છું. મને પ્રેમ થવાનો વિચાર સારો લાગે છે, પણ જ્યારે મારા પર્સનલ લાઈફની વાત આવે છે તો, હું પાયાવિહોણા સમાચારને ટેકો આપતો નથી.

શું છે ફોટોની હકીકત

આ ફોટોમાં તમન્ના ભાટિયા એક પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક સાથે જ્વેલરી શૉપમાં શૉપિંગ કરતી દેખાઈ રહી છે. આ ફોટોમાં તમન્ના જ્વેલરી શૉ રૂમમાં અબ્દુલ રઝાક સાથે ઉભી નજર આવી રહી છે અને એમના હાથ નેકલેસ પણ દેખાઈ રહ્યા છે. આમ તો આ તસવીર અત્યારની નથી, લગભગ એક વર્ષ જૂની તસવીર છે. હકીકતમાં બન્ને શૉપિંગ નહીં પરંતુ તેઓ જ્વેલરી શૉપની ઑપનિંગ માટે ગયા હતા. તે વખતે પણ આ તસવીર વાઈરલ થઈ હતી અને એક વર્ષ બાદ પાછું એવું જ થઈ રહ્યું છે.

જણાવી દઈએ કે તમન્ના ભાટિયા સાઉથની સુપરહિટ એક્ટ્રેસ છે. હાલમાં તે પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલી અને બાહુબલી-2માં નજર આવી હતી અને હવે જલદી તે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ બોલે ચૂડિયાંમાં નજર આવવાની છે. સાથે જ અબ્દુલ રઝાકના લગ્ન થઈ ગયા છે અને તેમને બે બાળકો ફણ છે. અબ્દુલ રઝાક પાકિસ્તાનના સૌથી મોટા ઑલરાઉન્ડર ક્રિકેટરમાંથી એક હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK