પરિણીતી પર આદિત્ય ગુસ્સે?

Published: Jun 30, 2016, 03:47 IST

મેરી પ્યારી બિંદુના પ્રોડક્શનમાં વધુ ઇન્ટરેસ્ટ લઈ રહી હોવાથી પ્રોડ્યુસર ભડક્યો એવી ચર્ચા


Aditya ChopraParineeti Chopra

સોનાલી જોશી-પિતળે

આદિત્ય ચોપડા પરિણીતી ચોપડા પર ગુસ્સે ભરાયા છે એવી વાતો ચાલી રહી છે. પરિણીતી ‘મેરી પ્યારી બિંદુ’ દ્વારા બે વર્ષ બાદ ફરી ફિલ્મમાં કમબૅક કરી રહી છે. પરિણીતીએ તેના કરીઅરની શરૂઆત યશરાજ ફિલ્મ્સ દ્વારા કરી હતી. ‘મેરી પ્યારી બિંદુ’નું શૂટિંગ હાલમાં કલકત્તામાં ચાલી રહ્યું છે અને એ ફિલ્મમાં પરિણીતીની વધુ પડતી દખલગીરીથી આદિત્ય ચોપડા નારાજ છે એવી વાતો ચાલી રહી છે. પરિણીતી આ ફિલ્મના મેકિંગમાં ખૂબ જ રસ લઈ રહી છે અને તેણે ãસ્ક્રપ્ટમાં ઘણી જગ્યાએ ફેરબદલ પણ કરાવ્યા છે. આ ફિલ્મના કો-પ્રોડ્યુસર અને પરિણીતીના કહેવાતા બૉયફ્રેન્ડ મનીષ શર્માએ પણ તેને સહકાર આપતાં તે પ્રોડક્શનમાં વધુ રસ લઈ રહી છે. જોકે પરિણીતીના આ બદલાવનો આદિત્યએ ઇનકાર કર્યો છે અને તે તેનાથી ગુસ્સે પણ ભરાયો છે.

એ વિશે પરિણીતીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ તે ઉપલબ્ધ નહોતી. જોકે યશરાજ ફિલ્મ્સના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘મનીષ યશરાજ ફિલ્મ્સનો જ ભાગ છે. આ જે સમાચારો ચાલી રહ્યા છે એમાં કંઈ સત્ય નથી.’

મનીષ અને પરિણીતીનું બ્રેકઅપ થઈ ગયું હતું અને હવે તેઓ ફરી સાથે થઈ ગયાં છે એથી મનીષ પરિણીતીના ઘણા નિર્ણયોમાં સહમતી આપી રહ્યો છે. આ ફિલ્મમાં પરિણીતી ગીત ગાશે એ નિર્ણયને પણ મનીષે સહમતી આપી હતી જેનાથી ફિલ્મની ટીમના ઘણા લોકો નારાજ હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK