અંગ્રેજી મીડિયમમાં મિઠાઈવાળા બનશે ઈરફાન ખાન, ફર્સ્ટ લૂક કર્યો શેર

મુંબઈ | Apr 08, 2019, 16:32 IST

હિન્દી મીડિયમની સિક્વલ અંગ્રેજી મીડિયમમાં ઈરફાન ખાન મિઠાઈવાળાની ભૂમિકામાં જોવા મળશે. ઈરફાને ટ્વીટર પર પોતાનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે.

અંગ્રેજી મીડિયમમાં મિઠાઈવાળા બનશે ઈરફાન ખાન, ફર્સ્ટ લૂક કર્યો શેર
જુઓ ઈરફાન ખાનનો અંગ્રેજી મીડિયમમાં લૂક

ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમરનો ઈલાજ કરાવ્યા બાદ ઈરફાન ખાનની ફિલ્મી દુનિયામાં રી-એન્ટ્રી થઈ ગઈ છે. ઈરફાન હાલ તેની સુપરહિટ ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલ અંગ્રેજી મીડિયમની સીક્વલનું શૂટિંગ કરી રહ્યા છે. ઈરફાને ટ્વિટર પર પોતાનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. સાથે જ મુવીમાં પોતાના પાત્રની ઓળખાણ પણ આપી છે.

રાજસ્થાનમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ઈરફાને જે તસવીર પોસ્ટ કરી છે તેમાં તે મિઠાઈની દુકાન સામે ઉભા છે. કેપ્શનમાં લખ્યું છે કે- ઘસીટેરામ મિષ્ટાન ભંડાર 1900થી સર્વિસમાં છે. વધુ એક કહાની સંભળાવવામાં મજા આવશે. #AngreziMedium. જલ્દી જ આવી રહ્યા છે મિસ્ટર ચંપકજીની સાથે. આવી રહ્યો છું બધાને એંટરટેઈન કરવા.


ફિલ્મમાં રાધિકા મદાન, ઈરફાન ખાનની દીકરીના રોલમાં છે. જ્યારે કરીના કપૂર ખાન ઈરફાનની પત્નીના રોલમાં છે. જો કે આ વાતની આધિકારીક પુષ્ટિ નથી કરવામાં આવી. પરંતુ હાલમાં રાધિકા મદાનની પોસ્ટ પરથી આ વાતનો અંદાજ આવે છે.

 
 
 
View this post on Instagram

As excited as the man behind!So so so grateful for this new journey.😇 @irrfan @homster @maddockfilms #kareenakapoorkhan #dineshvijan

A post shared by Radhika Madan (@radhikamadan) onApr 7, 2019 at 4:20am PDT

આ પણ વાંચોઃ ઈરફાન ખાને શરુ કરી અંગ્રેજી મીડિયમની શૂટિંગ, વાયરલ થયા ફોટો

અંગ્રેજી મીડિયમના પ્રોડ્યૂસર દિનેશ વિજનના કહેવા પ્રમાણે જ્યારે ઈરફાન ખાને પહેલો શોટ આપ્યો ત્યારે આખી ક્રૂ અભિનેતાને જોઈને ભાવુક થઈ ગયા હતા. દર્શકોને ઈરફાન ખાનની મોટા પડદા પર વાપસીનો ઈંતઝાર છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK