અંગ્રેઝી મિડિયમનાં ટ્રેઇલર લોન્ચ પહેલાં ઇરફાન ખાનનો હ્રદયસ્પર્શી સંદેશ

Updated: Feb 12, 2020, 12:54 IST | Chirantana Bhatt

પોતાના વીડિયોમાં ઇરફાન જણાવે છે કે શા માટે તે ફિલ્મનાં પ્રમોશનમાં હાજર નહીં રહી શકે

ઇરફાન ખાને તેના અભિનયનાં અજવાળાંને તેજ બનાવ્યા છે તેમ કહેવું જ પડે. પાનસિંઘ તોમર હોય કે પછી હિન્દી મીડિયમ કે પછી લાઇફ ઓફ પાઇ જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મો તેણે દરેક ફિલ્મ સાથે સાબિત કર્યું છે કે તે કેટલો ઉમદા અભિનેતા છે. ઇરફાન ખાનને કેન્સર હોવાના સમાચાર જ્યારે લોકો સુધી પહોંચ્યા હતા ત્યારે જાણે તેના અભિનયનાં ચાહકોનાં હ્રદય દ્રવી ઉઠ્યા હતાં. ઇરફાન ખાને લાંબો સમય સુધી ફિલ્મોમાંથી દૂર રહીને કેન્સરની સારવાર કરાવી. તે જ્યારે સેટ્સ પર પાછો ફર્યો ત્યારે લોકોનાં જીવ હેઠા બેઠા. હિંદી મીડિયમ ફિલ્મમાં તેનો અભિનય બહુ વખણાયો હતો અને લોકોએ આ ફિલ્મને બહુ જ પસંદ કરી હતી. આ ફિલ્મ પછી હવે અંગ્રેઝી મીડિયમ ફિલ્મ બની છે જેમાં કરીના કપૂર પણ અભિનય કરી રહી છે.

 

 

હોમી અડજાણીયાની આ ફિલ્મનું ટ્રેઇલર આવતી કાલે રિલીઝ થઇ રહ્યું છે ત્યારે તેના એક દીવસ પહેલાં ઇરફાન ખાને એક હ્રદય સ્પર્શી સંદેશો આપતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાની તબિયત વિષે હળવા અંદાજમાં વાત કરે છે અને તેના ચાહકોને કહે છે કે તે શા માટે આ ફિલ્મનાં પ્રમોશન્સમાં હાજર નહીં રહી શકે. ઇરફાનના અવાજની માર્દ્રતા અને હળવાશ કોઇની ય આંખો ભીની કરી દે તેવાં છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.  આ ફિલ્મમાં ઇરફાન અને કરીના સાથે રાધિકા મદન, પંકજ ત્રિપાઠી અને દીપક ડોબરિયાલ પણ દેખાશે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK