આયર્ન મેન અને કેપ્ટન અમેરિકા રીલની સાથે રિયલ લાઈફમાં પણ મિત્રો છે

Published: Apr 21, 2019, 17:15 IST

એવેન્જર્સ ફિલ્મમાં આ સિરીઝ સાથે જ માર્વેલ સ્ટૂડિયોઝની છેલ્લા 11 વર્ષ અને 21 ફિલ્મોનો અંત આવશે. ફિલ્મના 2 સુપરસ્ટાર આયર્ન મેન એટલે કે રોબર્ટ ડાઉની જૂનિયર અને કેપ્ટન અમેરિકા એટલે ક્રિસ ઈવાન્સના ફરી એકવાર રિયૂનિયનનો ફેન્સ રાહ જોઈ રહ્યા છે

આયર્ન મેન અને કેપ્ટન અમેરિકા બન્ને છે રીયલ મિત્રો
આયર્ન મેન અને કેપ્ટન અમેરિકા બન્ને છે રીયલ મિત્રો

એવેન્જર્સ એન્ડગેમને રિલીઝ થવાને હવે કેટલાક દિવસો બાકી છે. આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમ 26 એપ્રિલથી સિનેમાઘરોમાં આવવાની તૈયારી છે. એવેન્જર્સ ફિલ્મમાં આ સિરીઝ સાથે જ માર્વેલ સ્ટૂડિયોઝની છેલ્લા 11 વર્ષ અને 21 ફિલ્મોનો અંત આવશે. ફિલ્મના 2 સુપરસ્ટાર આયર્ન મેન એટલે કે રોબર્ટ ડાઉની જૂનિયર અને કેપ્ટન અમેરિકા એટલે ક્રિસ ઈવાન્સના ફરી એકવાર રિયૂનિયનનો ફેન્સ રાહ જોઈ રહ્યા છે. ક્રિસ ઈવાન્સ અને રોબર્ટ ડાઉની બન્ને રીલ લાઈફ માંજ નહી રીયલ લાઈફમાં પણ ફ્રેન્ડ છે. ક્રિસ ઈવાન્સે રોબર્ટને એક કાર ગિફ્ટ આપી હતી.

આશરે 2 કરોડની ગાડી આપી ભેટમાં

હમણાં જ રોબર્ટ ડાઉની જૂનિયરને ક્રિસ ઈવાન્સે 1967ની મોડલ વાળી સેવરોલે કમારો કાર ગિફ્ટ કરી છે. આ કામની કિમત 2 લાખ 75 યુએસ ડોલર એટલે કે આશરે 2 કરોડ રુપિયા છે. આ કારને ક્રિસ ઈવાન્સ એટલે કે કેપ્ટન અમેરિકા અનુસાર જ ડિઝાઈન કરવામાં આવી છે. કારમાં સ્ટીયરિંગ ખાસ કરીને તેમની શિલ્ડ જેવી બનાવવામાં આવી છે. ક્રિસ ઈવાન્સે જે લેનિયોના એક શૉમાં રોબર્ટ ડાઉની જુનિયરની આ ગિફ્ટ જાહેર કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Avengers Endgame: લીક થયો ફિલ્મનો આ મહત્વનો સીન, જુઓ

 

એવેન્જર્સ એન્ડગેમની આ સિરીઝ છેલ્લી છે. આ સિરીઝ છેલ્લા 11 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરાવી રહી છે. આ 11 વર્ષના સફરમાં માર્વેલ મુવિઝની 21 ફિલ્મો રિલીઝ થઈ હતી. ફિલ્મ મેકર્સ છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મ પર કામ કરી રહ્યાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK