ઈરફાન ખાને શરુ કરી અંગ્રેજી મીડિયમની શૂટિંગ, વાયરલ થયા ફોટો

Published: Apr 05, 2019, 19:06 IST

ફાન ખાને સુપરહિટ ફિલ્મ હિન્દી મીડિયમ પછી તેની સિક્વલ અંગ્રેજી મીડિયમની શૂટિંગ શરુ કરી છે. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના ઉદયપુરમાં શરુ થઈ ગઈ છે.

ઈરફાન ખાને શરુ કરી અંગ્રેજી મીડિયમની શૂટિંગ
ઈરફાન ખાને શરુ કરી અંગ્રેજી મીડિયમની શૂટિંગ

એક્ટર ઈરફાન ખાન છેલ્લા કેટલાક સમયથી કેંસરના ઈલાજ માટે લંડનમાં છે. હવે ઈલાજ પછી તે ભારત પરત ફર્યા છે અને પરત ફર્યા પછી તરત જ ઈરફાન ફરી એકવાર કામે લાગ્યો છે. ઈરફાને ફરી એકવાર ફિલ્મોમાં ફોક્સ કરી રહ્યો છે. ઈરફાન ખાને સુપરહિટ ફિલ્મ હિન્દી મીડિયમ પછી તેની સિક્વલ અંગ્રેજી મીડિયમની શૂટિંગ શરુ કરી છે. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના ઉદયપુરમાં શરુ થઈ ગઈ છે.

ફિલ્મની શૂટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે. આ ફોટોમાં ઈરફાન ખાન પોતાની સ્ટાર કાસ્ટ સાથે જોવા મળી રહ્યો છે. દિનેશ વિજાન પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મને હોમી અદજાનિયા ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મની શૂટિંગ ઉદેયપુરની સાથે સાથે લંડનમાં પણ શૂટિંગ કરશે. 

 

આ પણ વાંચો: જૉન અબ્રાહમઃ મોડેલિંગથી હીરો સુધી, ફોટોઝમાં જુઓ આ ધાંસુ હીરોની જર્ની

 

ઈરફાન ખાને તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરતા લખ્યું હતું કે, કદાચ સફળતાના પ્રયત્નો વચ્ચે આપણે ભૂલી જઈએ છીએ કે પ્રેમ મેળવવો કેટલો મહત્વનો છે. જેમ જેમ જીવનમાં આગળ વધીએ છીએ ભૂતકાળને પાછળ છોડવા યોગ્ય છે. લોકોના મળેલા પ્રેમ, સાથ , સહકારનો હું આભારી છું જેમણે મારા સારા થવા સુધી મને સાથ આપ્યો. હું એટલે જ પાછો આવ્યો છું અને તમારો આભાર વ્યક્ત કરું છું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK