Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૧૪ વર્ષની ઉંમરે મારું હૅરૅસમેન્ટ કરવામાં આવ્યું હતું: ઇરા ખાન

૧૪ વર્ષની ઉંમરે મારું હૅરૅસમેન્ટ કરવામાં આવ્યું હતું: ઇરા ખાન

03 November, 2020 06:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૪ વર્ષની ઉંમરે મારું હૅરૅસમેન્ટ કરવામાં આવ્યું હતું: ઇરા ખાન

ઇરા ખાન

ઇરા ખાન


ઇરા ખાને જણાવ્યું હતું કે હું ૧૪ વર્ષની હતી ત્યારે સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો ભોગ બની હતી. આ અગાઉ તેણે ડિપ્રેશન વિશે પણ કહ્યું હતું. આ બધાને લઈને એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર આમિર ખાનની દીકરી ઇરાએ શૅર કર્યો હતો. એ વિડિયોમાં ઇરા કહી રહી છે કે ‘અનેક લોકો મને મારા ડિપ્રેશન વિશે પૂછે છે, જેનો જવાબ તો મારી પાસે પણ નથી. છેલ્લાં બે વર્ષથી તો હું પણ મારા કામમાં બિઝી હતી. જે લોકો મને સારી રીતે જાણે છે તેમને જણાવી દઉં કે મારા પેરન્ટ્સનો મને સ્ટ્રૉન્ગ સપોર્ટ મળી રહ્યો છે. મને કોઈ પણ બાબતની સમસ્યા હોય તો હું ખચકાટ વગર મારા પેરન્ટ્સને જણાવી શકું છું. મારા વર્તનમાં પરિવર્તન આવ્યું અને હું ફ્રેન્ડ્સ પાસેથી હેલ્પ માગી રહી હતી. એ બધામાંથી બહાર આવવા માટે મેં પ્રયાસ કર્યો, હું પૂરતી ઊંઘ લેતી નહોતી. હું રડવા માંડતી હતી. મને પોતાને નહોતી

ખબર કે હું શું કામ રડું છું. હું ક્લાસમાં બેઠી હોઉં તો મને થતું કે હું જોર જોરથી રડું, પરંતુ



ક્લાસમાં હોવાથી હું એવું નહોતું કરી શકતી. હું જ્યારે ખૂબ નાની હતી ત્યારે મારા પેરન્ટ્સના ડિવૉર્સ થયા હતા. જોકે એને કારણે મને કોઈ આંચકો નહોતો લાગ્યો. અમારી આખી ફૅમિલી એક ફ્રેન્ડની જેમ રહે છે. તેઓ સારા પેરન્ટ્સ છે. લોકો મને કહેતા હતા કે તારા પેરન્ટ્સના ડિવૉર્સ થયા છે. જોકે મારા માટે એ કંઈ ખરાબ વસ્તુ નથી. તો તેમના ડિવૉર્સ થવાથી મને કોઈ દુઃખ નહોતું થયું. હું જ્યારે ૬ વર્ષની હતી ત્યારે મને ટીબી થઈ હતી. મારા માટે એ કોઈ મોટી વાત નહોતી. હું જ્યારે ૧૪ વર્ષની થઈ તો મારું સેક્સ્યુઅલી હૅરૅસમેન્ટ થયું હતું. મને તો એ પણ નહોતી ખબર કે એ વ્યક્તિ મારી સાથે જે કરી રહી છે એનું તેને ભાન છે કે નહીં. આ વાતને સમજવામાં મને એક વર્ષ લાગી ગયું હતું. આ બધી ઘટનાની જાણ મેં મારા પેરન્ટ્સને ઈ-મેઇલ કરીને જણાવી હતી અને એમાંથી બહાર આવી હતી. આ સ્થિતિમાંથી બહાર આવી ગયા બાદ મને એ વાતનું દુઃખ નહોતું લાગતું. હું મારી જાતને એમ કહેતી હતી કે એ સમય પસાર થઈ ગયો છે અને હવે આવું ફરીથી મારી સાથે નહીં થાય એ વાતની ખાતરી રાખી હતી. હું સ્કૂલમાં હતી તો હું ચૂપ રહેતી હતી, રડી નહોતી શકતી, મારા પેરન્ટ્સને પણ નહોતી કહી શકતી. મારી સાથે જે થયું એની પાછળ કારણ શું હતું હું એ જાણી નહોતી શકી.’


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2020 06:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK