આમિરના પર્સનલ અસિસટન્ટનું મૃત્યુ, દિકરી ઈરા ખાને લખી ઈમોશનલ નોટ

Published: May 14, 2020, 16:30 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અસિસ્ટન્ટની અંતિમ વિધિમાં આમિર ખાન તેની પત્ની કિરણ રાવ સાથે થયો હતો સામેલ

આમિરની દીકરી ઈરા ખાન અને તેને પોસ્ટ કરેલી સ્ટોરી
આમિરની દીકરી ઈરા ખાન અને તેને પોસ્ટ કરેલી સ્ટોરી

ઘણા વખતથી આમિર ખાનના અસિસ્ટન્ટ રહી ચૂકેલા અમોસ પૉલનું બુધવારે નિધન થયું છે.  60 વર્ષના અમોસનું હાર્ટ-અટૅકને કારણે નિધન થયું હતું અમોસના નિધનથી આમિર ખાનને ઘણું દુઃખ થયું છે. એટલું જ નહીં તેમના નિધનથી આમિરની દીકરી ઈરા ખાનને પણ ધણું દુ:ખ થયું છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.

ઈરા ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, રેસ્ટ ઈન પીસ અમોસ. થેન્કયૂ મને કૉફી બનાવવાનું શીખવાડવા માટે અને અમારી સાથે રમવા માટે. સાથે જ મને એ શીખડાડવા માટે કે પેકિંગ કઈ રીતે થાય છે. ક્યારેય વિચાર્યું નહોતું કે તમે અમારી આસપાસ નહીં હોય. પરંતુ દિગ્ગજો કાયરેય મૃત્યુ નથી પામતા.

ઈરા ખાનની સ્ટોરી

આમિરની દિકરી ઈરા તેની પર્સનલ લાઈફને કારણે હંમેશા ચર્ચામાં હોય છે.

અમોસના અંતિમ સંસ્કારમાં આમિર ખાન તેની પત્ની કિરણ રાવ સાથે હાજર રહ્યો હતો.. તેઓ 90ના દાયકાથી આમિરની સાથે જોડાયેલા હતા. તેમણે 25 વર્ષ આમિર સાથે કામ કર્યું હતું.

અંતિમ સંસ્કારમાં આમિર ખાન અને કિરણ રાવ

અમોસે આમિરના પરિવારની ઘણા નજીક હતા. એટલું જ નહીં શરૂઆતમાં અમોસે થોડાક સમય રાણી મુર્ખજી માટે પણ કામ કર્યું હતું.  

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK