આમિર ખાનની દીકરીએ ક્રિકેટર યુવરાજ સિંહની પત્નીને કર્યું પ્રપોઝ !

Published: Sep 16, 2019, 18:04 IST | મુંબઈ ડેસ્ક

મારી ટ્રેનિંગ ઘણીવાર થિયેટર સ્કૂલમાં થઈ છે. જેને કારણે રંગમંચ સાથે જોડાયેલી છું, તેથી આ મારી એક્ટિંગમાં કમબૅકની જગ્યાએ ઘરે પાછા ફરવા જેવું છે.

ઇરા ખાને કર્યો હેઝલને પ્રપૉઝ
ઇરા ખાને કર્યો હેઝલને પ્રપૉઝ

ફિલ્મ અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન ટૂંક સમયમાં જ યૂરિપિડ્સ મેડિયા નામક પ્લે ડિરેક્ટ કરવાની છે. આ પ્લેમાં ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચ પણ એક્ટિંગ કરતી જોવા મળશે. આ વિશે હેઝલ કીચે હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાતનો સ્વીકાર કર્યો છે. હેઝલ કીચે થિયેટરને પોતાનો પહેલો પ્રેમ જણાવ્યો છે.

આ વિશે વાત કરતાં હેઝલે કહ્યું કે, "મારી ટ્રેનિંગ ઘણીવાર થિયેટર સ્કૂલમાં થઈ છે. જેને કારણે રંગમંચ સાથે જોડાયેલી છું, તેથી આ મારી એક્ટિંગમાં કમબૅકની જગ્યાએ ઘરે પાછા ફરવા જેવું છે."

 
 
 
View this post on Instagram

I love my yellow door🏡 . . . #home #door #yellow #yellowdoor #colour #pop #fun

A post shared by Ira Khan (@khan.ira) onAug 31, 2019 at 11:13pm PDT

આમિર ખાનની દીકરી સાથે કામ કરવાના અનુભવ વિશે જણાવતાં હેઝલે કહ્યું કે, "ઇરા યંગ છે પણ મને લાગે છે કે આટલી નાની ઉંમરમાં તેણે ઘણું જોયું છે અને આટલી નાની ઉંમરમાં તે ઘણું કરી ચૂકી છે. તે પોતાના નાટકની ભૂમિકાઓ સમજે છે. જે 21 વર્ષના યુવાન માટે ઘણી મોટી વાત છે. ઇરામાં એક ફ્રેશનેસ છે અને તે એક જટિલ નાટકમાં જુદો જ દ્રષ્ટિકોણ લાવે છે. આ જોવા જેવી વાત છે કે આ નાટકથી તે શું ઇચ્છે છે."

આ અવસરે પૂછવા પર હેઝલ કીચે એ પણ કહ્યું તે તે ફિલ્મોથી એટલા માટે દૂર છે કારણકે તેને બૉડીગાર્ડ પછી એવી જ ભૂમિકાઓ મળતી હતી. જો કે તેને કંઇક જુદું કરવા ઇચ્છતી હતી. દરમિયાન હેઝલે કેટલાક કોર્સ પણ કર્યા છે અને એક ઇન્ટરનેશનલ પ્રૉજેક્ટની કૉ-પ્રૉડ્યૂસર પણ રહી ચૂકી છે.

આ પણ વાંચો : સઇ બર્વે: આ ચુલબુલી અભિનેત્રીને વ્હાલો છે વરસાદ, કરાવ્યું રેઇન ફોટોશૂટ

હેઝલે આ અવસરે એ પણ કહ્યું કે તે કોઇપણ પ્રૉજેક્ટમાં જ્યારે ધ્યાન રાખે છે ત્યારે તેનો પૂરો ફોકસ તે પ્રૉજેક્ટ પર હોય છે. હેઝલે ક્રિકેટર યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા. ત્યાર પછી હેઝલની ફિલ્મી કારકિર્દી પણ સ્લો થઈ ગઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK