Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકર ગુરિન્દર ચઢ્ઢા ભારતીય ગૉડમૅન પર સિરીઝ બનાવશે

આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકર ગુરિન્દર ચઢ્ઢા ભારતીય ગૉડમૅન પર સિરીઝ બનાવશે

01 July, 2020 07:45 PM IST | International filmmaker gurinder chadha will make film on indian guru
Nirali Dave

આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકર ગુરિન્દર ચઢ્ઢા ભારતીય ગૉડમૅન પર સિરીઝ બનાવશે

આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકર ગુરિન્દર ચઢ્ઢા ભારતીય ગૉડમૅન પર સિરીઝ બનાવશે


‘બૅન્ડ ઇટ લાઇક બૅકહૅમ’ ફિલ્મ માટે જાણીતા બ્રિટિશ-ઇન્ડિયન ફિલ્મમેકર ગુરિન્દર ચઢ્ઢા ભારતીય ગૉડમૅન પર સિરીઝ બનાવવાના છે. મૂળ ભારતના એવા ગુરિન્દર ચઢ્ઢા ઇંગ્લૅન્ડમાં રહેતા ભારતીયોની જિંદગી પડદા પર રજૂ કરવા માટે જાણીતા છે અને તેમની ફિલ્મો ‘બ્રાઇડ ઍન્ડ પ્રેજ્યુડાઇસ’ અને ‘ધી મિસ્ટ્રેસ ઑફ સ્પાઇસીઝ’માં ઐશ્વર્યા રાય બચ્ચને લીડ રોલ ભજવ્યો છે. તેઓ હવે ‘સીકર’ નામની વેબ-સિરીઝ ડિરેક્ટ કરવાના છે જેમાં વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થયેલા ભારતીય ગુરુની જર્ની બતાવવામાં આવશે.

એક એવો ગુરુ જે સારા હેતુથી જ્ઞાન-ઉપદેશ આપવાની શરૂઆત કરે છે, પણ જ્યારે તેનો નાનકડો આશ્રમ મોટું સામ્રાજ્ય બની જાય છે અને તે વૈશ્વિક સ્તરે જાણીતો બની જાય છે ત્યારે બધું હૅન્ડલ કરવું મુશ્કેલ થઈ જાય છે. ગુરિન્દર ચઢ્ઢાનું કહેવું છે કે ‘આ સિરીઝ હાલમાં ડેવલપ થઈ રહી છે અને એમાં કલરફુલ કાસ્ટ અને કૉમ્પ્લેક્સ લેયર જોવા મળશે. આ સિરીઝ માટે મલ્ટિ-નૅશનલ રાઇટર સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યા છે અને  એમાં ઇન્ડિયન અને ઇન્ટરનૅશનલ કલાકારો જોવા મળશે. એક ઇન્ટરનૅશનલ ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે મને ભારતીય અને ગ્લોબલ લેવલે એક્સ્પ્લોર કરવાની તક મળે છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2020 07:45 PM IST | International filmmaker gurinder chadha will make film on indian guru | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK