દયાભાભી પાછાં આવી ગયાં?

Published: 30th October, 2020 15:00 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

૩૦૦૦ એપિસોડ પૂરા થયાની ઉજવણી કરવા તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ટીમ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શોમાં પહોંચી ત્યાં દયાભાભી બનીને કોણ ડાન્સ કરતું જોવા મળ્યું?

શોની સ્પર્ધક ઋતુજા જુનારકર દયાના ગેટ-અપમાં જોવા મળી હતી અને તેણે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથે ડાન્સ કર્યો હતો
શોની સ્પર્ધક ઋતુજા જુનારકર દયાના ગેટ-અપમાં જોવા મળી હતી અને તેણે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથે ડાન્સ કર્યો હતો

ફિલ્મના તથા ટેલિવિઝનના કલાકારો પોતાની ફિલ્મ અને સિરિયલનું પ્રમોશન કરવા રિયલિટી શો પર અવારનવાર જતા હોય છે. સબ ટીવીનો અત્યંત લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ફિક્શન હોવા છતાં એમાં પણ ફિલ્મનું પ્રમોશન કરવા કલાકારો સમયાંતરે આવતા રહે છે, પણ આ વખતે ઊલટું થયું છે.          

થયું છે એવું કે ‘તારક મેહતા...’ની ટીમ સોની ટીવી પર ચાલતા શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં દેખાવાની છે જેમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ ઍક્ટ્રેસ અને ડાન્સર મલાઇકા અરોરા સાથે ડાન્સ કર્યો તો જેઠાલાલના બાપુજી ચંપકલાલ એટલે કે અમિત ભટ્ટ પણ શોમાં જોવા મળવાના છે. વાત એમ છે કે છેલ્લાં ૧૨ વર્ષથી ધમધોકાર ચાલી રહેલા ‘તારક મેહતા...’ ના ગયા મહિને 3000 એપિસોડ પૂરા થયા છે. એનું સેલિબ્રેશન કરવા ‘તારક મેહતા...’ની ટીમ ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં પહોંચી હતી. શોની સ્પર્ધક ઋતુજા જુનારકર દયાના ગેટ-અપમાં જોવા મળી હતી અને તેણે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથે ડાન્સ કર્યો હતો. ઋતુજા અદ્દલ દયાભાભી એટલે દિશા વાકાણી જેવી લાગતી હતી. દિલીપ જોશીએ કહ્યું પણ ખરું કે એક સેકન્ડ માટે મને થયું કે દિશાજી (દયાબહેન) નાચી રહ્યાં છે!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK