Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇતિહાસમાં પહેલીવાર ભારતીય રેલવે કરશે 'હાઉસફુલ-4'નું'પ્રમોશન ઑન વ્હીલ્સ'

ઇતિહાસમાં પહેલીવાર ભારતીય રેલવે કરશે 'હાઉસફુલ-4'નું'પ્રમોશન ઑન વ્હીલ્સ'

16 October, 2019 08:01 PM IST | મુંબઈ ડેસ્ક

ઇતિહાસમાં પહેલીવાર ભારતીય રેલવે કરશે 'હાઉસફુલ-4'નું'પ્રમોશન ઑન વ્હીલ્સ'

ઇતિહાસમાં પહેલીવાર ભારતીય રેલવે કરશે 'હાઉસફુલ-4'નું'પ્રમોશન ઑન વ્હીલ્સ'


દેશના ઇતિહાસમાં પહેલીવાર, ભારતીય રેલવે પોતાની સેવાઓમાં એક નવો અને રસપ્રદ ફેરફાર લઇને આવી રહી છે. રેલવેનો સૌથી જૂનો નેટવર્ક, ભારતીય રેલવેએ પોતાના 'પ્રમોશન ઑન વ્હીલ્સ'નું ઉદ્ધાટન કર્યું છે, જે એક નવો જ કૉન્સેપ્ટ છે અને આજે આગામી ફિલ્મ 'હાઉસફુલ-4' પોતાની આખી કાસ્ટ સાથે મુંબઇથી દિલ્હી રસ્તા પર પ્રચાર કરવા તૈયાર છે.

આ નવા કોન્સેપ્ટ સાથે, એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ટ્રેનમાં પ્રચાર કરવાનો શુભારંભ કરવામાં આવ્યો છે જ્યાં આ વાહનને વિશેષ રૂપે પ્રચારની ગતિવિધિઓ માટે ટ્રેક પર ઉતારવામાં આવ્યો છે. સાજિદ નડિયાદવાલાની હાઉસફુલ-4 પહેલી ફિલ્મ છે, જે આ ટ્રેનમાં મુંબઇથી દિલ્હી સુધી પોતાના પ્રવાસ દરમિયાન ફિલ્મનું પ્રમોશન કરશે. હાઉસફુલ-4ના બધાં જ કલાકારો અને મીડિયાની હાજરીમાં, આજનો દિવસ ભારતીય રેલ ઇતિહાસમાં એક નવો અધ્યાય છે.



ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા કહે છે કે, "હું સરકાર અને ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવી પહેલ વિશે સાંભળીને ખૂબ જ ખુશ છું. ઇન્ડસ્ટ્રી અને રેલવેના એક સાથે આવવાથી નવા રસ્તાઓ ખુલી જશે અને કળા, સંસ્કૃતિ તેમજ ભારતના ઇતિહાસમાં વધુ યોગદાન રૂપે નવા ક્ષિતિજો સર કરશે. આ આખા અનુભવ માટે આખી કાસ્ટ ખૂબ જ ઉત્સાહિત છે."


ભારતીય રેલવે અને આઇઆરસીટીસી સમયની સાથે પોતાની સેવાઓ અને રૂપાંતરણનું ધ્યાન રાખે છે અને આ નવો કોન્સેપ્ટ મનોરંજન ઉદ્યોગને નક્કી એક નવો વળાંક આપશે.


ફૉકસ સ્ટાર સ્ટૂડિયોઝના સીઇઓ વિજય સિંહ કહે છે કે, "હાઉસફુલ 4 ભારતીય રેલવે સાથે મુંબઇથી રાજધાની દિલ્હી માટે એક અનોખી ટ્રેન યાત્રા માટે ઉત્સાહિત છે. આ ટ્રેનની સવારી હાઉસફુલ-4ની આખી કાસ્ટ અને મીડિયાને એક અલગ જ પ્રવાસે લઈ જશે. તે રીતે જ જેમ ફિલ્મ 25 ઑક્ટોબરે પોતાની રિલીઝ સાથે દર્શકોને એક જુદાં જ પ્રવાસે લઈ જશે."

આ પણ વાંચો : ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

અક્ષય કુમાર, બૉબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, કૃતિ સેનોન અને પૂજા હેગડે જેવા મલ્ટી સ્ટારર દ્વારા એક્ટેડ ફિલ્મ એક રોલર કોસ્ટરની રાઇડ જેવી છે જે આજે 'પ્રમોશન ઑન વ્હીલ્સ' સાથે નવા અંદાજમાં ફિલ્મનું પ્રમોશન કરશે.

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2019 08:01 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK