નિર્માતા સાજિદ ખાન પર મૉડેલ પાઉલાએ લગાવ્યો યૌન શોષણનો આરોપ

Published: Sep 11, 2020, 13:23 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ભારતીય મૉડેલ કહ્યું, મને સાજીદે કપડાં ઉતારવાનું કહ્યું હતું અને ખોટી રીતે અડપલા કર્યા હતા

સાજિદ ખાન, ભારતીય મૉડેલ પાઉલા
સાજિદ ખાન, ભારતીય મૉડેલ પાઉલા

વર્ષ 2018માં નિર્માતા સાજિદ ખાન (Sajid Khan) પર દેશમાં #MeToo મૂવમેન્ટ દરમિયાન એક નહીં પરંતુ ત્રણ મહિલાઓ દ્વારા યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. એક પત્રકાર સહિત કેટલીક મહિલા અભિનેત્રીઓએ ફિલ્મ નિર્માતા સાજિદ ખાન પર આરોપ લગાવ્યા હતા. #MeTooના આરોપોમાં ફિલ્મ 'હાઉસફૂલ 4'ના નિર્માતાઓએ ફિલ્મના નિર્દેશક તરીકે સાજિદને હટાવી દીધો હતો. ફિલ્મ નિર્માતા ત્યારથી લઈને અત્યાર સુધી બહુ ઓછી વાર મીડિયામાં દેખા દે છે. હવે ભારતીય મૉડેલ પાઉલા (Paula)એ પણ નિર્માતા પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને મૉડેલ પાઉલાએ ફરી એકવાર ફિલ્મ મેકર સાજિદ પર યૌન ઉત્પીડનનો ગંભીર આરોપ લગાવ્યો છે. #MeToo મૂવમેન્ટ દરમિયાન ચૂપ રહેવાના કારણનો હવાલો આપતા તેણે લખ્યું છે કે, તેની પાસે કોઇ ગૉડફાધર ન હતો અને તેને તેના પરિવાર માટે કમાવવાનુ હતુ. એટલા માટે તે દરમિયાન તેને ખુલાસો નોહતો કર્યો. મૉડેલનું કહેવુ છે કે, હવે તે ફિલ્મ નિર્માતા વિરુદ્ધ બોલવાની હિંમત રાખે છે કેમકે તેના માતા પિતા હવે તેની સાથે છે.

 
 
 
View this post on Instagram

🙏🏼 Before democracy dies and there is no freedom of speech anymore I thought I should speak !

A post shared by Dimple paul (@paulaa__official) onSep 9, 2020 at 5:18am PDT

પાઉલાએ સાજિદ ખાન પર આરોપ લગાવતા કહ્યું કે, જ્યારે તે 17 વર્ષની હતી તો તેને સાજિદે પરેશાન કરી હતી. તેની સાથે ગંદી વાતો અને તેને ખોટી રીતે અડપલા કર્યા હતા. સાજિદ ખાને પોતાની ફિલ્મ 'હાઉસફૂલ'માં રોલ આપવા માટે પોતાની સામે કપડાં ઉતારવા કહ્યું હતુ. પાઉલા કહે છે કે તેને તે છોકરીઓની સંખ્યા વિશે કોઇ માહિતી નથી, જેની સાથે તેને આવો વ્યવહાર કર્યો હશે, જેવુ તેને મારી સાથે કર્યુ હતુ. પાઉલાએ ઝાટકણી કાઢતા કહ્યું કે, સાજિદ ખાન જેવા લોકોને કાસ્ટિંગ કાઉચ અને સપના રોળવા માટે જેલ ભેગા કરવા જોઇએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK