Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > India Vs Pakistan: મેચની રાહમાં ટીવી સ્ક્રીનની સામે બેસી ગયા છે શાહરૂખ

India Vs Pakistan: મેચની રાહમાં ટીવી સ્ક્રીનની સામે બેસી ગયા છે શાહરૂખ

16 June, 2019 01:44 PM IST | મુંબઈ

India Vs Pakistan: મેચની રાહમાં ટીવી સ્ક્રીનની સામે બેસી ગયા છે શાહરૂખ

મેચ જોવા માટે તૈયાર છે શાહરૂખ

મેચ જોવા માટે તૈયાર છે શાહરૂખ


વર્લ્ડ કપના હાઈવોલ્ટેજ મુકાબલા માટે બોલીવુડ સિતારાઓ સજ્જ થઈ ચુક્યા છે. ચાહકોને આ મેચનો બેસબ્રીથી ઈંતઝાર છે. પણ વરસાદના ડરથી ચાહકોની પરેશાની વધી રહી છે. જો કે દરેક સ્થિતિમાં ભારતીય ફેન્સ ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધારી રહી છે. એવામાં સામાન્ય લોકો સાથે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન પણ ટીમ ઈન્ડિયાને ચીઅર કરવાની તૈયારી કરી રહી છે.

આજે ફાધર્સ ડે પણ છે. એવામાં શાહરૂખ સાથે તેનો દીકરો આર્યન ખાન પણ મેચ જોવા માટે અને પિતા સાથે સમય વિતાવવા માટે તૈયાર છે. શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર આર્યન સાથેની એક તસવીર શેર કરી, જેમાં તેઓ બ્લૂ જર્સી પહેરેલા જોવા મળી છે. બંનેની જર્સી પર મુફાસા અને સિમ્બા લખેલું છે, જે કાર્ટૂન ફિલ્મ સિમ્બાથી પ્રેરિત છે અને બાપ-દીકરાના સંબંધને પણ દર્શાવે છે.




શાહરૂખે આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે, 'ફાધર્સની સ્પિરિટ સાથે મેચ જોવા માટે તૈયાર રહો. ચલો ઈન્ડિયા ચલો.'

શાહરૂખ ખાનની સાથે આયુષ્માન ખુરાના, દિશા પટાણી સહિતના સ્ટાર્સે પોતાના અંદાજમાં ટીમને ચીઅર કરી.



Whatsapp-channel Whatsapp-channel

16 June, 2019 01:44 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK