નેટફ્લિક્સની શી બાદ ઝીફાઇવની બમફાડમાં પણ વિજય વર્મા નેગેટિવ પાત્રમાં

Published: Apr 09, 2020, 18:14 IST | Nirali Dave | Ahmedabad

‘પિંક’ અને ‘ગલી બૉય’ જેવી ફિલ્મોથી માંડીને વેબ-સિરીઝ ‘શી’માં નેગેટિવ ભૂમિકા કર્યા બાદ વિજય વર્મા ઝીફાઇવની ઓરિજિનલ ફિલ્મ ‘બમફાડ’માં પણ ગ્રે શેડમાં દેખાશે

વિજય વર્મા
વિજય વર્મા

ઝીફાઇવ ભારતમાં ઓરિજિનલ કન્ટેન્ટ માટેનું સૌથી મોટું ઓટીટી પ્લૅટફૉર્મ બની રહ્યું છે. અનેક રસપ્રદ અને સાવ નોખા વિષય ધરાવતી વેબ-સિરીઝ બનાવ્યા બાદ ઝીફાઇવ એની ઓરિજિનલ ફિલ્મ ‘બમફાડ’ રિલીઝ કરવાની છે. આ રોમૅન્ટિક-ડ્રામાને અનુરાગ કશ્યપ પ્રેઝન્ટ કરી રહ્યા છે અને રંજન ચંદેલ એના નિર્દેશક છે. આ ફિલ્મથી જાણીતા અભિનેતા પરેશ રાવલનો દીકરો આદિત્ય રાવલ અને ‘અર્જુન રેડ્ડી’ ફેમ શાલિની પાંડે ડિજિટલ ડેબ્યુ કરી રહ્યાં છે.

અલાહાબાદનું બૅકડ્રૉપ ધરાવતી ‘બમફાડ’માં દર્શકોને ઇન્ટેન્સ લવસ્ટોરી અને ડ્રામા જોવા મળશે. નાટે ઉર્ફ નસીર જમાલ (આદિત્ય રાવલ) અને નીલમ (શાલિની પાંડે) પ્રેમમાં હોય છે ત્યારે જિગર (વિજય વર્મા) પણ નીલમને પામવાના પ્રયત્નો કરે છે. એ પછી નાટે અને જિગરમાંથી કોણ નીલમને લઈ જશે એના પર આખી ફિલ્મની વાર્તા આગળ ચાલે છે.

ઉલ્લેખનીય છે કે વિજય વર્મા ગ્રે શેડવાળા પાત્ર માટે હવે જાણીતું નામ બની ગયું છે. ‘પિંક’ અને ‘ગલી બૉય’ જેવી ફિલ્મો ઉપરાંત, તાજેતરમાં રિલીઝ થયેલી નેટફ્લિક્સ સિરીઝ ‘શી’માં પણ તેણે નેગેટિવ ભૂમિકા ભજવી છે. ‘બમફાડ’માં તે વધુ ઇન્ટેન્સ રોલ ભજવતો જોવા મળશે. આ ફિલ્મમાં ‘સેક્રેડ ગેમ્સ’ ફેમ જતીન સરના પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. ‘બમફાડ’ આવતી કાલે રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK