મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ મુજબ મનોરંજન જોવાની લોકોની જે આદત છે એમાં વિકાસ થયો છે. લૉકડાઉનને કારણે મોટા ભાગની ફિલ્મો અને વેબ-સિરીઝ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થઈ હતી. મોહનલાલની ‘દૃશ્યમ 2’ 19 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. તેઓ ૩૦ વર્ષોથી લોકોનું મનોરંજન કરતા આવ્યા છે. સમયની સાથે ટીવી, મોબાઇલ અને થિયેટર્સ જેવા માધ્યમમાં પણ વિકાસ જોવા મળી રહ્યો છે. એને લઈને મોહનલાલે કહ્યું હતું કે ‘આ એક્સાઇટિંગ સમયગાળો ચાલી રહ્યો છે. ભારતીય મનોરંજન જગતમાં આપણે જોઈ રહ્યા છીએ કે લોકોની જે ટેવ અને પસંદગી છે એમાં વિકાસ થયો છે. અમારો પ્રયાસ એ છે કે વિશ્વના દર્શકોને બેસ્ટ સ્ટોરીઝ દેખાડવામાં આવે. આ જ કારણ છે કે અમારી ફિલ્મ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થવાની હોવાથી હું અતિશય ખુશ છું.’