Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુલાબો સિતાબોમાં પ્રોસ્થેટિક મેકઅપને કારણે ખાસ કપડાં બનાવવા પડ્યાં

ગુલાબો સિતાબોમાં પ્રોસ્થેટિક મેકઅપને કારણે ખાસ કપડાં બનાવવા પડ્યાં

06 June, 2020 08:53 PM IST | Mumbai Desk
Agencies

ગુલાબો સિતાબોમાં પ્રોસ્થેટિક મેકઅપને કારણે ખાસ કપડાં બનાવવા પડ્યાં

અમિતાભ બચ્ચન માટે બનાવવા પડ્યા ખાસ કપડાં

અમિતાભ બચ્ચન માટે બનાવવા પડ્યા ખાસ કપડાં


અમિતાભ બચ્ચને ‘ગુલાબો સિતાબો’ દરમ્યાન પ્રોસ્થેટિક મેકઅપને લઈને કેવા પ્રકારની સાવધાની રાખવી પડતી હતી એ વિશે વિસ્તારમાં જણાવ્યું છે. તેમનું કહેવું છે કે તેઓ ઉત્તર પ્રદેશમાં ૫૦ ડિગ્રી તાપમાનમાં શૂટિંગ કરતા હતા. અતિશય ગરમીને કારણે તેમને વારંવાર કપડાં પણ બદલવા પડતાં હતાં. શૂજિત સરકારની આ ફિલ્મના શૂટિંગ વખતનો એક ફોટો પોતાના બ્લૉગ પર શૅર કરીને અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘એક ફોટોમાં તમે જોઈ શકો છો કે મેં જે ડ્રેસ પહેર્યો છે એ પાછળથી ખુલ્લો છે. એ ડિરેક્ટરનો જ આઇડિયા હતો. લખનઉમાં અમે ભર ઉનાળામાં ૫૦ ડિગ્રી તાપમાનમાં શૂટિંગ કરી રહ્યા હતા. એથી તેમને લાગ્યું કે પરસેવાને કારણે મારે કપડાં વારંવાર બદલવાં પડશે. એથી પ્રોસ્થેટિક મેકઅપ અને હેરસ્ટાઇલને કારણે કપડાં બદલવાં મુશ્કેલ થઈ જશે. કુરતા અને ડ્રેસનાં બટન જો આગળ હોય તો માથા પરથી કપડાં બદલવાં ભારે પડી જાય. એથી જો બટન પાછળ હોય તો સરળતાથી કપડાં બદલી શકાય છે. જોકે આગળથી પણ કપડાં કાઢી શકાય છે, પરંતુ એ થોડું વિચિત્ર લાગે. શૂટિંગ હંમેશાં જલદી જ શરૂ કરવામાં આવતું હતું જેથી બપોરનો તડકો ભારે ન પડે અને ભરબપોરે આરામ મળી શકે. આટલા તડકામાં કૅમેરા માટે પણ એ થોડું મુશ્કેલ હતું. એથી સાંજના ઠંડા પહોરમાં સેટ કરતા હતા. ગરમ વાતાવરણમાં પ્રોસ્થેટિક મેકઅપ ઓગળી જવાનો ભય રહેતો હતો. ગ્લુ પણ ઓગળી જવાથી પૂરા મેકઅપનું નુકસાન થઈ શકતું હતું. સેટ પર મારા ચહેરાને ઠંડક આપવા પૂરતા પ્રયાસ કરવામાં આવતા હતા. મેકઅપ ડિપાર્ટમેન્ટ વતી ઍર-કન્ડિશનર લગાવવામાં આવ્યું હતું. જોકે વારંવાર કરવામાં આવતા શૂટિંગને કારણે અંદર-બહાર કરવાથી મારા માટે પણ થોડું અઘરું હતું. કાં તો મને ઠંડામાં રાખવામાં આવે કાં તો મને ગરમીમાં જ રાખવામાં આવે. વહેલી સવારે મેકઅપ-મૅનને મેકઅપ કરવાની શરૂઆત કરવી પડતી. સવારે સાડાછ વાગ્યે અમે શૂટિંગ શરૂ કરતા હતા. એના માટે મારે સાડાત્રણ વાગ્યે મેકઅપ વૅનમાં પહોંચી જવાનું હતું. હા, આખા શૂટિંગ દરમ્યાન મારે વિચિત્ર પ્રકારે ચાલવાનું હતું. એથી મારી પીઠમાં પણ દર્દ શરૂ થઈ ગયું હતું. બેસી પણ નહોતો શકતો કે નીચે જમીન પર ચત્તો પણ ન થઈ શકતો. હું કંઈ પણ નહોતો કરી શકતો. પેઇનકિલર્સની મંજૂરી નહોતી, માત્ર સ્પ્રે કરી શકતો હતો. સ્પ્રે કરતો પણ એની કોઈ અસર નહોતી થતી. એથી જો ઍક્ટર બનવું હોય તો આ બધું કરવા માટેની તૈયારી રાખવી પડે. કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર બધું કરવું પડે છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2020 08:53 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK